ઉનાના દરિયામાં ચાંચિયાઓનો આતંક, સાધનોમાં તોડફોડ

નાના માછીમારોની આજીવિકા છીનવી લેવાના કારનામા ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવો ભય, મરીન પોલીસની ભૂમિકા શંકાસ્પદ ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર દરિયાકાંઠે મોટા બોટ માલિકોની ’દાદાગીરી’…

Ship fire near Strait of Hormuz - Indian sailor incident maritime safety

નાના માછીમારોની આજીવિકા છીનવી લેવાના કારનામા ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવો ભય, મરીન પોલીસની ભૂમિકા શંકાસ્પદ

ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર દરિયાકાંઠે મોટા બોટ માલિકોની ’દાદાગીરી’ અને ’ચાચિયાગીરી’ને કારણે નાનાઅનેગરીબમાછીમારો નો ધંધો ભાંગી પડવાની અણી પર આવી ગયો છે. ખડા બંદરથી 6 કિ.મી. દૂર નોટિફાઇડ ફિશિંગ વિસ્તારમાં ખઢેરા બંદરના એક ગરીબ માછીમારના પ્લોટ પરથી દોઢ લાખ રૂૂપિયાના ફિશિંગ સાધનોની ચોરીથઈહોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આરોપીએ ખુદ ગુનો કબૂલ્યો હોવા છતાં નવાબંદર મરીન પોલીસની નિષ્ક્રિયતાથી ભોગ બનનાર માછીમાર ન્યાય માટે દર-દર ભટકી રહ્યો છે.

મળતી વિગતો મુજબ, ગત 10 મે ના રોજ ખઢેરા બંદરના ગરીબ માછીમાર રમેશભાઈ ઉકા ના માલિકીના ફિશિંગ પ્લોટ પર કેટલાક શખસોએ ત્રાટકયા હતા અને રમેશભાઈએ દરિયામાં ’બોયા’ અને ’કાબા’ નાખીને પોતાનો ફિશિંગ વિસ્તાર નક્કી કર્યો હતો. આરોપીઓએ રાતના અંધારાનો લાભ લઈને બોયા સાથે બાંધેલા દોરડા કાપી નાખ્યા, લોખંડના ખીલા, રીંગ સહિત અંદાજે દોઢ લાખ રૂૂપિયાની કિંમતનો સામાન બોટમાં ભરીને ફરાર થઈ ગયા હતા.

 

આ ઘટનાની જાણ રમેશભાઈએ તાત્કાલિક નવાબંદર મરીન પોલીસને કરી. પોલીસે ફરિયાદને બદલે માત્ર ’અરજી’ સ્વીકારી. તપાસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી અશ્વિન બચુ પરમાર નામ ના શખસે માછીમાર સમાજના અગ્રણી સોમાભાઈ મજીઠીયા સમક્ષ મોબાઈલ ફોન પર સ્પષ્ટ કબૂલાત કરી કે, “હા, અમે જ દોરડા કાપીને સામાન ઉઠાવી ગયા હતા અને બોટ માલિકના ઘરે નાખી દીધા હતા.આટલી સ્પષ્ટ કબૂલાત બાદ પણ તપાસ કરનાર જમાદારે આરોપીને ’પાગલ’ ગણાવીને સમગ્ર મામલાને રફેદફે કરી દીધો. ગરીબ માછીમારની વેદના અને સત્ય હકીકત હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા રમેશભાઈ નો ધંધો ઠપ્પ થઈ ગયો છે અને તે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, આ સમગ્ર ગેરકાનૂની કૃત્ય કાશી પ્રસાદ નામની બોટ દ્વારા આચરવામાં આવ્યું છે. આરોપીઓએ ખુલ્લેઆમ બોયા, લોખંડના પાઈપ, દોરડા અને જાળ નાખીને રમેશભાઈના નિશ્ચિત ફિશિંગ પ્લોટ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યા નો આક્ષેપ કર્યો છે નાના ગરીબ માછીમાર ચેતવણી આપી રહ્યા છે કે જો નવાબંદર મરીન પોલીસ આવી લુખ્ખાગીરી અને દાદા ગીરીને તાત્કાલિક ડામશે નહીં, તો ભૂતકાળમાં દરિયાઈ સરહદો માટે થયેલા ખુની ખેલ, લૂંટ અને મારામારીની ઘટનાઓનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે. વિશાળ સાગરમાં પણ માછીમારોને પોતાની ફિશિંગની જગ્યા માટે જંગ ખેલવો પડી રહ્યો છે, જે અત્યંત ગંભીર બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *