ભચાઉ પંથકમાં પકડાયેલા લાખોના દારૂ પ્રકરણમાં પીઆઈ જાડેજા સસ્પેન્ડ

ભચાઉ પંથકમાં કેટલાક મહિનાઓ પહેલાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની દારૂૂની મોટી રેડનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા સામે…

ભચાઉ પંથકમાં કેટલાક મહિનાઓ પહેલાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની દારૂૂની મોટી રેડનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા સામે ચાલી રહેલી વિભાગીય તપાસ બાદ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.

ભચાઉ પંથકમાં કેટલાક મહિનાઓ પહેલાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની દારૂૂની મોટી રેડનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા સામે ચાલી રહેલી વિભાગીય તપાસ બાદ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.સરહદી રેન્જના આઈજી દ્વારા પી.આઈ. એ.એ.જાડેજાને સસ્પેન્ડ કરવાનો આદેશ અપાતાં પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કેટલાક મહિનાઓ પહેલાં ગેરકાયદેસરના દારૂૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડા દરમ્યાન અનેક મુદ્દાઓ સામે આવતાં સ્થાનિક પોલીસની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી હતી.ખાસ કરીને તે સમયના પી.આઈ.એ.એ.જાડેજાની કામગીરી અને બેદરકારી અંગે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદો પહોંચતાં સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂૂ કરાઈ હતી.

તપાસ દરમ્યાન મળેલા પ્રાથમિક પુરાવા અને વિભાગીય અહેવાલના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. છેવટે આઇજી કક્ષાએથી સસ્પેન્શનનો આદેશ જાહેર થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બેદરકારી દાખવનાર અથવા શંકાસ્પદ ભૂમિકા ભજવનાર અધિકારીઓ સામે હવે વિભાગ કોઇ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી.ભચાઉના આ કેસે ફરી એકવાર પોલીસ તંત્રની જવાબદારી અને પારદર્શિતાને લઇને ચર્ચા તેજ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *