કલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાત

કંથિત પ્રેમ સંબંધ અંગ પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા નામની 21 વર્ષની ગરાસિયા યુવતીએ…

કંથિત પ્રેમ સંબંધ અંગ પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા નામની 21 વર્ષની ગરાસિયા યુવતીએ ગઈકાલે ગુરુવારે કોઈ કારણોસર પોતાના હાથે પોતાના ઘરના રૂૂમમાં લોખંડના પાઇપમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ હરદીપસિંહ નવુભા જાડેજા (રહે. ઉગમણા બારા) એ સલાયા મરીન પોલીસને કરી છે.

ઝેરના પારખા
કલ્યાણપુર તાલુકામાં રહેતી ભારતીબેન નામની આશરે 22 વર્ષની એક યુવતી છેલ્લા ત્રણેક વર્ષથી એક ખાનગી કંપનીમાં મજૂરી કામ માટે જતી હતી. આ દરમિયાન આ કંપનીમાં કામ કરતા અન્ય એક યુવાન સાથે તેણીનો મનમેળ થઈ ગયો હતો. આ પછી યુવતી તેમજ યુવક એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતા હતા. આ અંગેની જાણ યુવતીના પિતાને થઈ જતા તેમણે યુવતી પાસેથી તેણીનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. ત્યાર બાદ તેણીને યુવાન સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો. આ પછી પણ યુવતી ખાનગી કંપનીમાં મજૂરી કામ માટે જતી હોય, જેથી તેણીના પિતાને શંકા જતા અવારનવાર એવો કહેતા હતા કે “તું આ છોકરાને મળીશ નહીં”. આ પ્રકારની શંકાથી વ્યથિત એવી ભારતીબેનને મનમાં લાગી આવતા તેણીએ ગત તા. 6 ના રોજ પોતાના ઘરે રહેલી જંતુનાશક દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા કાજલબેન ભાવેશભાઈ ખીમાણંદભાઈ ગોજીયા નામના 23 વર્ષના પરિણીત મહિલાએ ગઈકાલે ગુરુવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક કાજલબેનને તેના સાસુ ઘરકામ બાબતે સંભળામણી કરતા હોય, જે બાબત તેણીથી સહન ન થતા ગુસ્સામાં આવીને તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગે કલ્યાણપુર પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની તપાસ દ્વારકા સર્કલના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *