રાત્રિના નવ વાગ્યા પછી પેટ્રોલ પંપ બંધ, વાહનચાલકોને ધરમધક્કા

જિલ્લા – તાલુકા કક્ષાએ પણ સ્થિતિ વણસી : ભાવનગરમાં ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલ જોઈતું હોય તો ખાતેદારનો દાખલો ફરજિયાત ઘણા ખરા પેટ્રોલ પંપ ઉપર “નો સ્ટોક”ના લાગ્યા…

જિલ્લા – તાલુકા કક્ષાએ પણ સ્થિતિ વણસી : ભાવનગરમાં ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલ જોઈતું હોય તો ખાતેદારનો દાખલો ફરજિયાત

ઘણા ખરા પેટ્રોલ પંપ ઉપર “નો સ્ટોક”ના લાગ્યા બોર્ડ : ગ્રામ્ય વિસ્તારોમાં કેરબા સાથે લાગતી લાઇનો

વૈશ્વિક કટોકટીના પગલે હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પેટ્રોલ પંપમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો ન હોવાથી લોકો તથા ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રાત્રિના નવ વાગ્યા બાદ પેટ્રોલ પંપ પણ બંધ કરી દેવામાં આવે છે તો ઘણા ખરા તાલુકાઓ તથા જિલ્લાઓમાં ખેડૂતો તથા લોકો ગેરબા લઈને લાઈનમાં ઉભેલા જોવા મળ્યા છે. વાત અહીં અટકતી નથી તાલુકા તથા અન્ય જિલ્લામાં પણ અનેકવિધ પેટ્રોલ પંપ ઉપર નો સ્ટોકના બોર્ડ લાગ્યા છે. મિડલ ઈસ્ટમાં તણાવની પરિસ્થિતિના કારણે એક તરફ પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ ગયા છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના અનેક પેટ્રોલ પંપ પર ડિઝલનો જથ્થો પૂર્ણ થઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પેટ્રોલ પંપ બહાર ટ્રક, ટેમ્પો, ખાનગી વાહનો, ટ્રેક્ટર અને અન્ય વાહનોની લાંબી કતારોના દ્ર્શ્યો પણ જોવા મળી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલ ન મળતા હોવાના કારણે સુરેન્દ્રનગરના ઔદ્યોગિક એકમો બંધ થઈ ગયા છે. ખાસ કરીને વઢવાણ GIDC વિસ્તારમાં ડીઝલ આધારિત ભઠ્ઠીઓ કારખાનાઓમાં ચલાવવામાં આવતી હોય છે, પરંતુ ડીઝલ જ નથી મળી રહ્યું. પેટ્રોલ પંપ ધારકોને રોજનું 22,000 લીટર ડીઝલની ફાળવણી કરવામાં આવી રહી છે અને તેની સામે જરૂૂરિયાત સૌથી વધુ હોય ત્યારે કોને ડીઝલ આપવું અને કોને ન આપવું, તે મુદ્દે પણ પેટ્રોલ પંપ ધારકોને વાહનચાલકો સાથે ઘર્ષણ થતા હોવાનું સામે આવ્યું છે. માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અમરેલી તથા ભાવનગર જિલ્લાના અનેકવિધ શહેરોમાં હાલ પેટ્રોલ ડીઝલની સ્થિતિ કથડેલી છે.

રાજકોટના ઘણા ખરા પેટ્રોલ પંપ રાત્રીના નવ વાગ્યા બાદ બંધ થઈ જતા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. હાલ વિગતો મળી રહી છે તે મુજબ અનેકવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે અને પરિસ્થિતિ એટલી હદે ગંભીર છે કે જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો જથ્થો ખોટી પડતા નો સ્ટોકના બોર્ડ પણ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે અને જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે. ખેતીની સીઝન વચ્ચે ડીઝલની તંગીથી ખેડૂતો માં ભારે ઉહાપો મચ્યો છે. કટોકટીના સમયે ડીઝલની અછત ઊભી થતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો સમય આવ્યો છે.

હાલ આ પરિસ્થિતિમાં જો કોઈ બદલાવ નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પરિસ્થિતિમાં બદલાવ આવી શકે તેમ છે એટલું જ નહીં અહીં પણ કમ્પો દ્વારા માત્ર 1,000 થી 2000 રૂૂપિયા સુધીનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હાલ ઘણી ખરી એવી વાતો એ પણ આકર્ષણ જગાડ્યું છે કે કેરબા અથવા તો અન્ય વસ્તુઓમાં પેટ્રોલ અથવા ડીઝલ જોતું હોય તો તેમાં ઓળખાણ હોય તો જ શક્ય બને છે. હાલ જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર જે પેટ્રોલ ડીઝલની અછત સર્જાણી છે તે કૃત્રિમ છે કે ખરા અર્થમાં સ્ટોક જ નથી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ભાવનગરમાં આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે જેમાં ખેતી કામ શરૂૂ કરવું હોય અને ખેડૂતોને ડીઝલ થતી હોય તો તેઓએ ખેડૂત હોવાનો દાખલો આપો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *