નિયમિત સફાઇના અભાવે વોર્ડ નં.14ના જાહેર બગીચાઓ બન્યા ડમ્પિંગ યાર્ડ

લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર સિટીઝન નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, બીજલભાઇ ચાવડીયા ની સંયુક્ત…

લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર સિટીઝન નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, બીજલભાઇ ચાવડીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેરને બેનમુન શહેર અને હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની ગુલબાંગો ફેકનારા અને ભારતના 100 સ્માર્ટ સિટી બનાવવાની અધિકારીઓ પદાધિકારીઓની ગુલબાંગો વચ્ચે વોર્ડ નંબર 14 ના બગીચાઓ બન્યા નર્કાગાર અને જાહેર બગીચાઓના બદલે ડમ્પિંગ યાર્ડ હોય તેવો આભાસ થાય છે. રાજકોટ શહેર વોર્ડ નંબર 14 ના બગીચાઓ જેમાં (1) વાણીયાવાડી નો બગીચો (રવિશંકર મહારાજ જાહેર ઉદ્યાન), 80 ફુટ રોડ, શેઠ હાઈસ્કૂલની સામે (2) ભક્તિનગર સોસાયટી શેરી નંબર 5 માં પોસ્ટ ઓફિસ તરફ આવેલ ભક્તિનગર સોસાયટીનો બગીચો (3) કેવડાવાડી મેઇન રોડના ખૂણે આવેલ પવનપુત્ર ચોકનો બગીચાઓમા નિયમિત સફાઈ ના અભાવના પગલે તમામ બગીચાઓ ઉકરડાઓ બન્યા છે.

લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલાએ આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ત્રણેય બગીચાઓમાં તાત્કાલિક કચરા ઉપાડી સફાઈ કરવા અંગે ફરિયાદ નંબર 26188279, 26188144, 26186915 એ ફરિયાદ કરવામાં આવી છે અને રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર તુષાર સુમેરાને, ગાર્ડન ડાયરેક્ટરને અને વોર્ડ નંબર 14 ના નવનિયુક્ત કોર્પોરેટરો કેતનભાઇ પટેલ, ચંદાબેન માણસુરભાઈ વાળા, અરુણાબેન આડેસરાને ફોટાઓ સાથે વોટ્સએપ થી રજૂઆત કરવામાં આવી છે. ઉપરોક્ત આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરમાં કોગળા કરનારા, થુકનારા અને સામાન્ય ગંદકી કરનારા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે તો આ જાહેર બગીચાઓમાં જે પ્રકારે કચરાના ગંજ ખડકાયા છે તો તેમાં પણ દંડનીય કાર્યવાહી શા માટે નહીં ? રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી નિયમિત કચરો ઉપાડવામાં આવતો નથી અને ખૂણાઓમાં ફેકવામાં આવે છે.

અને સમયસર ન ઉપાડતા આ પ્રકારે કચરાઓના ઢગલા થાય છે. સ્વચ્છ અભિયાન, સ્વચ્છતા મિશન, સ્વચ્છ ભારતનું રાજકોટના બગીચાઓમાં સુરસુરિયું થાય છે. કચરો ફેકનારા સામે જો દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય તો કચરો ઉપાડવામાં બેદરકાર દાખવનાર સામે પણ દંડનીય કાર્યવાહી થવી જોઈએ. જ્યાં ગંદકી ન હોય અને સફાઈ હોય ત્યાં કચરો ઠાલવી સાવરણાઓ લઈને ફોટા પડાવનારા નેતાઓ બગીચાઓમાંથી કચરાના ગંજ ઉપડાવે અને ત્યાં સાવરણા ફેરવે એવી અમારી રાજકોટની જનતા વતી અપીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *