મંદિરની બાજુમાંથી વરસાદી પાણી વોંકળામાં જતું હતું જે દાદાગીરીથી બંધ કરી દીધું : વિપક્ષી નેતાને રજૂઆત
કોઠારિયા સોલવન્ટ પાસે આવેલ હરિદ્વાર સોસાયટીમાં સાર્વજનિક પ્લોટમાં આવેલ મંદિરની બાજુમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. પરંતુ મંદિરના પુજારીએ પાણીનો નિકાલ બંધ કરી લોખંડના પતરા નાખી દેતા સોસાયટીના રહિશોએ આજે આ દબાણ દૂર કરવા માટે વિપક્ષી નેતાને રજૂઆત કરી હતી.
હરિદ્વાર સોસાયટીના રહિસોએ જણાવેલ કે, અમોના વોર્ડ નં-18 માં હરિદ્વાર સોસાયટી-2 માં આવેલ પ્લોટ નં-137 થી 126 આવેલ છે અને છેલ્લે વોકળના કાંઠે બધા પ્લોટમાંથી એક-એક વાર કાઢીને આ મંદીર માટેની જગ્યા રાખેલ છે જે મંદીરની બાજુમાં જઈને આ શેરીનું પાણી વોકળામાં જતુ હતુ જે હાલ મંદીરના પુજારીએ પાણીનો નિકાલ બંધ કરી દીધેલ છે અને ત્યાં પતરાના છાપરા બનાવી નાંખેલ છે અને પાણીનો નિકાલ થવા દેતા નથી તેમજ શેરીના બધા રહીશો તેને રજૂઆત કરતા તેણે જણાવેલ કે મારી પાસે કાયદેસરની ફાઈલ છે અને તમારે જયાં દોડવુ હોય ત્યા દોડી લો, હું પાણી નો નિકાલ થવા દઈશ નહી પાણીના ભુંગળા નાખવા દઈશ નહી.
તમારે આર.એમ.સી.મા ફરીયાદ કરવી હોય તો કરો પોલીસ ફરીયાદ કરવી હોય તો કરી મને કોઈ ફરક પડશે નહી તેમ જણાવી અને દબાણ કરી અને પાણીનો નિકાલનો રસ્તો કાયમ માટે બંધ કરી દીધેલ છે અમોએ આ અંગે તા. 23/12/2024 ના રોજ આપ સાહેબને ઈનવર્ડ નં-6649 થી અરજી આપેલ છે. જે અરજીની નકલ આ સાથે સામેલ છે તેમજ અમોની સોસાયટીનો નકશો સામેલ છે. જેથી આ પાણીના નિકાલનો રસ્તો ખુલ્લો કરાવવા અને તેની સામે પગલા ભરવા અને દબાણ હટાવવા નમ્ર અરજ છે.