અમરેલીમાં શૌચાલયના પ્રશ્ર્ને લોકો રસ્તા પર ઉતર્યા

અમરેલી શહેરના ટાવર રોડ પર 80 વર્ષથી વધુ જૂના શૌચાલયને લઈને વિવાદ સર્જાયો છે. કેટલાક વેપારીઓએ શૌચાલયની નજીક ગેરકાયદે દીવાલો બનાવી લેતા શૌચાલય બંધ થઈ…

અમરેલી શહેરના ટાવર રોડ પર 80 વર્ષથી વધુ જૂના શૌચાલયને લઈને વિવાદ સર્જાયો છે. કેટલાક વેપારીઓએ શૌચાલયની નજીક ગેરકાયદે દીવાલો બનાવી લેતા શૌચાલય બંધ થઈ ગયું હતું. આ મુદ્દે નગરપાલિકામાં અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા વેપારીઓએ આંદોલન શરૂૂ કર્યું હતું.

સાંજના સમયે વેપારીઓએ દુકાનો બંધ કરી ટાવર રોડ ચોકમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રાફિક જામ થતાં સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સુધી આ મામલો પહોંચતા તેમણે વેપારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. ત્યારબાદ ગેરકાયદે કરાયેલી દીવાલ તોડીને શૌચાલયનો માર્ગ ખુલ્લો કરાયો હતો. વેપારીઓનો વિરોધ અને ટ્રાફિક જામ આજે બપોર બાદ સાંજના સમયે ટાવર રોડ ચોકમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી સુત્રોચાર સાથે વિરોધ કર્યો. આ કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સીટી પોલીસ અને પ્રાંત અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. કૌશિક વેકરીયાની દખલથી તંત્ર હરકતમાં સ્થાનિક વેપારીઓની આ સમસ્યાની જાણ વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયાને થતાં, તેમણે વેપારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને યોગ્ય પગલાં લેવા માટે ખાતરી આપી. આ પછી, પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. નગરપાલિકાએ ગેરકાયદેસર દીવાલ તોડી નાખી અને શૌચાલય ફરી શરૂૂ કર્યું, જેના કારણે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો.

ગેરકાયદે દીવાલ બનાવવામાં આવી હતી-પ્રાંત અધિકારી અમરેલી પ્રાંત અધિકારી પ્રતીક કુંભાણીએ જણાવ્યું કે, નસ્ત્રજાહેર રસ્તા પર ગેરકાયદે દીવાલ બનાવવામાં આવી હતી, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી હતી. આ દીવાલ તોડી નાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *