ધોરાજીમાં વોર્ડનં.6 લોકોનો પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર

ધોરાજી ના જુના ઉપલેટા રોડ પર આવેલ નળીયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહી…

ધોરાજી ના જુના ઉપલેટા રોડ પર આવેલ નળીયા કોલોની અને મોહમદી કોલોની અને વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રહી છે શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઈટ સાફ-સફાઈ અને રોડ રસ્તા ધણાં વર્ષ થી નગરપાલિકા તંત્ર દ્વારા સમય થી કામગીરી કરવામાં આવી નથી અને નાનાં બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી તેથી ગરીબ પરિવારો ના નાનાં બાળકો આંગણવાડી ન હોવાથી નાનાં બાળકો અભ્યાસ થી વંચિત છે.

અને નગરપાલિકા તંત્ર ને શુધ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા ને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને ચુંટણી માં ઉમેદવારો ને મત પણ આપ્યા હતા તે પણ નળીયા કોલોની અને વોર્ડ છ સામું જોયું જ નથી તેને લઈને આજરોજ નગરપાલિકા તંત્ર નો વિરોધ પ્રદર્શન કરેલ અને કોઈ પણ પક્ષના ઉમેદવારો એ મત માટે આવું નહીં અને ચુંટણી નો બહિષ્કાર કરતાં લખેલા બેનરો લગાવી ને રોષ વ્યક્ત કર્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *