વિનોદનગર આવાસમાં ઓટલે બેસી ગાંજાની પડીકી વેચતો પેડલર ઝડપાયો, સવા ચાર કિલો ગાંજો જપ્ત

રાજયભરમા ડ્રગ્સની બદીને નાબુદ કરવા માટે તમામ જીલ્લાનાં પોલીસ વડાને ડ્રાઇવ રાખવી સુચના આપી હોય આ અંતર્ગત રાજકોટ શહેરમા સે નો ટુ ડ્રગ્સ હેઠળનાં કેમપેઇનમા…

રાજયભરમા ડ્રગ્સની બદીને નાબુદ કરવા માટે તમામ જીલ્લાનાં પોલીસ વડાને ડ્રાઇવ રાખવી સુચના આપી હોય આ અંતર્ગત રાજકોટ શહેરમા સે નો ટુ ડ્રગ્સ હેઠળનાં કેમપેઇનમા વિનોદનગર આવાસમાં પેડલર જાહેરમાં ગાંજો વેંચતો પકડાયો હતો. ભક્તિનગર પોલીસે દરોડો પાડી રૂૂ.2.10 લાખના ગાંજા સાથે ફિરોજ રાઉમાને પકડી કાર્યવાહી કરી હતી. તેને ચારેક દિવસ પહેલા રાજસ્થાની શખ્સ સપ્લાય કરી ગયાની કબૂલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ, ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઈ જે.જે.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ જયદિપભાઈ આલગોતરને વિનોદનગર આવાસ યોજના કવાર્ટ2 બ્લોક નં.04 કવા.નં.2020 માં રહેતો ફીરોઝ આમદભ રાઉમા પોતાના કબ્જામાં ગાંજાનો જથ્થો રાખી વિનોદનગરના કવાર્ટર પાસે જાહેરમાં વેચાણ કરે છે.

તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ સાથે વિનોદનગર આવાસ યોજના કવાર્ટરમાં દરોડો પાડી આવાસ કવાર્ટરમાં અંદર જતાં બ્લોક નં. 04 પાસે કવાર્ટર અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચેની જગ્યામાં વાસ અને કાળા પ્લાસ્ટીકના છાપરા નીચે લાકડાના બાકડા ઉપર હાથમાં પ્લાસ્ટીકની કોથળી લઈને બેઠેલ હતો.

પોલીસે તેને અટકમાં લઈ તેનું નામ પુછતા પોતે ફીરોઝ આમદ રાઉમા (ઉ.વ.43, રહે. વિનોદનગર આવા સ યોજના કવાર્ટર બ્લોક નં.04 કવા.નં.2020 રાજકોટ) હોવાનુ જણાવેલ હતું. સ્ટાફે તેની પાસે રહેલ કોથળી તપાસતાં તેમાંથી 4.200 કિલો ગાંજો મળી આવતાં કુલ રૂૂ.2.20 લાખના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સને ચારેક દિવસ પહેલાં રાજસ્થાની પુરણનાથ નામનો શખ્સ ગાંજો આપી ગયાનું રટણ કર્યું હતું. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *