દૂધસાગર ડેરીમાં પાટીદારો ફાવી ગયા, અમે રહી ગયા: અલ્પેશ ઠાકોર

વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક થતા ઠાકોર સમાજને પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગ દૂધ સાગર ડેરીમાં ચેરમેન, વાઈસ ચેરમેનની નિમણૂંક કરાઈ છે. ચેરમેન તરીકે…

વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક થતા ઠાકોર સમાજને પણ પ્રતિનિધિત્વ મળે તેવી માંગ

દૂધ સાગર ડેરીમાં ચેરમેન, વાઈસ ચેરમેનની નિમણૂંક કરાઈ છે. ચેરમેન તરીકે અશોક ચૌધરીની રિપીટ કરાયા છે. તો વાઈસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂંક કરાઈ છે. આ સાથે જ દૂધસાગર ડેરીના રાજકારણમાં પાટીદાર ફાવી ગયા અને ઠાકોરોની મનની મનમાં રહી ગઈ જેવો ઘાટ સર્જાયો છે.

જ્યાં દૂધસાગર ડેરીનું નામ આવે અને વિવાદોનું દૂધ ના ઉભરાય એવું બને જ નહીં! દૂધસાગર ડેરીમાં ચૂંટણી પહેલા જ ડખાના ખેલ શરૂૂ થયા હતા. દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરી પહેલેથી જ નિશ્ચિત હતા, પરંતું વાઈસ ચેરમેનના પદ માટે પાટીદાર અને ઠાકોર સમાજ વચ્ચે ખરાખરીનો ખેલ હતો. બંને સમાજના લોકોએ પોતાના પ્રતિનિધિ હોય તેવી માંગ કરી હતી. ત્યારે દૂધસાગર ડેરીના રાજકારણમાં પટેલો ફાવી ગયા છે. વાઈસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂંક કરતા ઠાકોર સમાજની મનની મનમાં રહી ગઈ હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાના સમાજને સહકારી ક્ષેત્રમાં સ્થાન મળે તેવી માંગ કરી હતી. પરંતું તેવું ન થયુ. આખરે ડેરીના વાઈસ ચેરમેન તરીકે પાટીદાર હોદ્દેદાર ફાવી ગયા હતા.

તાજેતરમાં જ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પાટીદાર નેતા વરુણ પટેલે માંગ કરી હતી કે, દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે. વરુણ પટેલની આ ચિંતા માત્ર એક ડેરીની ચૂંટણી પૂરતી સીમિત નથી, પરંતુ સહકારી ક્ષેત્ર અને સમગ્ર રાજકારણમાં પાટીદાર સમાજના ભાવિ પર સવાલ ઉઠાવે છે. તેમણે દાવો કર્યો છે કે સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય રકાશની શરૂૂઆત થઈ છે, તે જો આવનારા સમયમાં ગંભીર સ્વરૂૂપ ધારણ કરી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આર્થિક રીતે નબળા વર્ગ (ઊઠજ) માટેની જોગવાઈઓ યોગ્ય રીતે લાગુ કરવામાં નહીં આવે, તો આ ઘટનાઓ પાટીદારોના રાજકીય પતનની શરૂૂઆત બની રહેશે. વરુણ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો “દૂરબીન લઈને જોશો તોય રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નઈ મળે.”

દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા અને તેમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ડેરીની મંડળીઓમાં વહીવટદારો અલગ હોય છે અને મતાધિકાર બીજા વ્યક્તિઓ પાસે હોય છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અન્યાય ક્યારેય ન ચાલે અને અન્યાયની સામે હંમેશા બોલવું પડે. સહકારી ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેમાં ઠાકોર સમાજની મોટી વસ્તી હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. અમારી માંગ છે કે સામાજિક અને સહકારી ક્ષેત્રમાં સમાજને પૂરતું પ્રાધાન્ય અને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ. ડેરીમાં જે મંડળી છે, તેમાં મતાધિકારનો બધાને હક છે. મને કલોલથી ફોન આવ્યો હતો કે, વહીવટદાર બીજા છે, અને મત આપવાનો અધિકાર બીજાને છે. આવી પણ ફરિયાદો આવી છે.

આ દુર્ગભાગ્યપૂર્ણ બાબત છે. મહેસાણામાં અમારી આટલી મોટી સંખ્યા છે. અમારો સમાજ પણ મોટો છે. સહકારી ક્ષેત્રે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. સહકારી ક્ષેત્રે તમામ સમાજને પ્રતિધિનિધિત્વ મળવું જોઈએ. કોઈ પણ રીતે અન્યાય ન ચાલે, ન્યાય સામે બોલવું તો પડે, સહાકરી ક્ષેત્રમાં પણ અમને પૂરતું પ્રાધાન્ય મળવુ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *