ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં
મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા જતા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમાં ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ વાન સમયસર નહીં પહોંચતા મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુનું મોત થયુ છે. જેમાં એમ્બ્યુલન્સને જાણ કર્યાને 3 કલાક વીતવા છતાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહીં શકતા વૃધ્ધે જીવ ગુમાવ્યો હતો.
પ્રયાગરાજથી મહેશભાઈ પટેલ નામના મૃતક શ્રદ્ધાળુને ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામ લવાશે. જેમાં 24 કલાકથી વધુ સમય બાદ એમ્બ્યુલન્સ વાન મૃતકને લઈ ગુજરાત તેમના વતન પહોચશે. મહેશભાઈ તેમના સાળા અને મિત્રો સાથે અમદાવાદથી ઉપડેલ લકઝરી બસ પ્રવાસમાં મહાકુંભમાં સ્નાન માટે પહોંચ્યા હતા ત્યાં હાર્ટએટેક આવ્યો હતો પરંતુ ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ વાન સમયસર નહીં પહોંચતા શ્રદ્ધાળુનું મોત થયુ છે. મૃતક મહેશ પટેલનો પરિવાર વર્ષોથી સુરત સ્થાઈ થયેલો છે.