કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં રેલ મંત્રાલયના કાર્યપ્રણાલી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ભારતીય રેલ મુસાફરોને સસ્તા ભાડા પર સલામત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડીને વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન પ્રાપ્ત કરી રહી છે. આપણા દેશમાં રેલ ભાડું પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રેલ ભાડા કરતા ઓછું છે, જ્યારે પશ્ચિમી દેશોમાં રેલ ભાડું ભારત કરતા 10-20 ગણું વધારે છે.
રેલ મુસાફરોને આપવામાં આવતી સબસિડી અંગે રેલ મંત્રીએ કહ્યું કે હાલમાં ટ્રેન દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી માત્ર 73 પૈસા વસૂલવામાં આવે છે, એટલે કે 47% સબસિડી આપવામાં આવે છે. નાણાંકીય વર્ષ 2022-23માં મુસાફરોને ₹57,000 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જે 2023-24માં વધીને લગભગ ₹60,000 કરોડ થઈ હતી (પ્રોવિઝનલ ફિગર). અમારો ઉદ્દેશ્ય ઓછામાં ઓછા ભાડામાં સલામત અને સારી સેવાઓ પૂરી પાડવાનો છે.
રેલ વિદ્યુતીકરણના ફાયદાઓ પર પ્રકાશ પાડતા મંત્રીએ કહ્યું કે મુસાફરો અને કાર્ગોની સંખ્યામાં વધારો થવા છતાં ઊર્જા ખર્ચ સ્થિર રહે છે. ભારતીય રેલ 2025 સુધીમાં પસ્કોપ 1 નેટ ઝીરોથ અને 2030 સુધીમાં પસ્કોપ 2 નેટ ઝીરોથ હાંસલ કરશે. રેલ મંત્રીએ કહ્યું કે બિહારના માધૌરા ફેક્ટરીમાં ઉત્પાદિત લોકોમોટિવ્સની નિકાસ ટૂંક સમયમાં શરૂૂ થશે.
આ વર્ષે ભારતે 1,400 લોકોમોટિવનું ઉત્પાદન કર્યું, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતા પણ વધુ છે. ઉપરાંત, કાફલામાં 2 લાખ નવા વેગન ઉમેરવામાં આવ્યા છે. રેલ મંત્રીએ કહ્યું કે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં, ભારતીય રેલ્વે 1.6 અબજ ટન કાર્ગો વહન કરીને વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે, જેમાં ચીન, અમેરિકા અને ભારતનો સમાવેશ થશે. આ રેલવેની વધતી જતી સંભાવના અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જાહેરાત કરી કે રેલ સલામતી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને 41,000 એલએચબી કોચ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં તમામ આઈસીએફ કોચને એલએચબી થી બદલવામાં આવશે. લાંબી રેલ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ, ફોગ સેફ્ટી ડિવાઇસ અને પકવચથ સિસ્ટમ્સનો વધુને વધુ અમલ કરવામાં આવી રહ્યો છે.
રેલ મંત્રીએ કહ્યું કે અમારી પ્રતિબદ્ધતા ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે છે. આ જ કારણ છે કે એસી કોચ કરતાં જનરલ કોચની સંખ્યા અઢી ગણી વધારવામાં આવી રહી છે.વર્તમાન ઉત્પાદન યોજના મુજબ, 17 હજાર નોન-એસી કોચ બનાવવાનો કાર્યક્રમ છે. આ સાથે તેમણે કહ્યું કે ભારતીય રેલની નાણાકીય સ્થિતિ સારી છે અને તેને સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેલવેની આવક લગભગ 2 લાખ 78 હજાર કરોડ રૂૂપિયા છે અને ખર્ચ 2 લાખ 75 હજાર કરોડ રૂૂપિયા છે. ભારતીય રેલવે પોતાની આવકમાંથી તમામ મુખ્ય ખર્ચ ઉઠાવી રહી છે, જે રેલ્વે ના સારા પ્રદર્શનને કારણે શક્ય બન્યું છે.