બગસરા એસટી ડેપોમાં મુસાફરો દ્વારા પૂછપરછ ઓફિસનો ઘેરાવ

બગસરા એસ ટી ડેપોની હાલત અતિ દયનીય થતી જતી હોઈ તેવું લાગી રહ્યું છે.અનેક સમસ્યાઓથી ઘેરાયેલું અહીંના ડેપો દ્વારા જેમ ફાવે તેમ અનેક રૂૂટો બંધ…

બગસરા એસ ટી ડેપોની હાલત અતિ દયનીય થતી જતી હોઈ તેવું લાગી રહ્યું છે.અનેક સમસ્યાઓથી ઘેરાયેલું અહીંના ડેપો દ્વારા જેમ ફાવે તેમ અનેક રૂૂટો બંધ કરી દેવામાં આવે છે. જાણવા મળતી માહિતી મુજબ રોજના 15 જેટલાં રૂૂટો બંધ કરી દેવામાં આવે જયારે રેગ્યુલર ચાલતા અને વર્ષો જુના રૂૂટો બંધ કરી દેવામાં આવે છે.

જેવાકે વહેલી સવારે ચાલતી બગસરા ભાવનગર જે એક માંત્ર બસ છે અને ઘણા સમયથી રેગ્યુલર ચાલતી હોઈ છતાં હાલમાં ઘણા સમયથી આ બસ બંધ કરી દેવામાં આવી છે.અને બીજી બગસરા રાજકોટ વાયા વડિયા, બગસરા રાજકોટ વાયા દેરડી, બગસરા જૂનાગઢ વાયા ભેસાણ, રાજુલા મહુવા રફાળા,જેતપુર રાજકોટ, ધોરાજી ખાંભા, જેવા અનેક રૂૂટો બંધ કરી દેવામાં આવ્યા છે જેના લીધે અનેક મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે અને અંતે આજે તો મુસાફરો દ્વારા પૂછપરછ ઓફીસનો ઘેરવ કરેલ હતો.

જયારે આ બાબતે ડેપો મેનેજરને પૂછતાં તેમનો ફક્ત એક જ જવાબ મળે છે કે ડ્રાયવરો નથી અને અમુક ડ્રાયવરો રજા ઉપર છે એટલે થોડા દિવસોમાં ચાલુ કરાવી આપશું.અને હમણાં બીજી એક્સપ્રેશ બસ આવશે.

તેમાં તમે લોકો જતા રહો આવા ઉડાવ જવાબ આપતાં મુસાફરોમાં રોષ ઉઠી રહ્યો છે અને મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવા અધિકારી ઉપર તેમના ઉપરના અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા જેમ ફાવે એમ રૂૂટો બંધ કરી દેવામાં આવેલ છે તે તમામ રૂૂટો ચાલુ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *