જામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી

જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન- પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા…

જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન- પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક જ દુકાનની અંદર ધડાકો સંભળાયો હતો. જેથી દુકાનદારે ફરીથી દુકાન ખોલીને ચેક કરતાં અંદર છતનો હિસ્સો ધસી પડ્યો હતો, અને સમગ્ર દુકાન કાટમાળ માં ફેરવાઈ ગઈ હતી.

દુકાનમાં કોઈ હાજર ન હતું, અને દુકાનદારે દુકાન બંધ કર્યા બાદ ક્ષણ ભરમાંજ આ ઘટના બની હોવાથી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, અને આસપાસના દુકાનદારો વગેરે એકત્ર થઈ ગયા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડી પણ દોડતી થઈ છે, અને આસપાસના વિસ્તારમાં વધુ નુકસાની થાય તેવી પરિસ્થિતિ નથી ને, તે અંગેનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *