શહેરની ભાગોળે આવેલા તરધડીયા ગામે મકાન ખાલી કરી જાલ્યા જાવ તેમ કહી પરિણીતા સાથે સાસુ, સસરા અને દિયરે ઝઘડો કર્યો હતો. પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકને માતા-પિતા અને ભાઇએ મારમાર્યાના આક્ષેપ સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા તરધડીયા ગામે રહેતા ભરત છગનભાઇ સાડમીયા નામનો 28વર્ષનો યુવાન સાંજના 6 વાગ્યના અરસામાં પિતા છગનભાઇ માતા સાન્તુબેન અને ભાઇ વલકુએ ઝઘડો કરી કુહાડીના ઉંધા ઘા ઝીંકયા હતા.
યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક પુછપરછમાં ભરત સાડમીયાની પત્ની હંસાબેન સાથે સાસુ,સસરા મકાન ખાલી કરી જતા રહો તેમ કહી ઝઘડો કરતા હતા. ત્યારે વચ્ચે પડેલા યુવકને માતા-પિતા અને ભાઇએ મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
