ચોટીલા હાઇવેની હોટેલ જય માતાજીમાં આગ લાગતા અફરાતફરી

વહેલી સવારે યાત્રાધામ ચોટીલા હાઇવેની જય માતાજી હોટલમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગયેલ હતી. અને પાલિકાની ફાઇટર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી…

વહેલી સવારે યાત્રાધામ ચોટીલા હાઇવેની જય માતાજી હોટલમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગયેલ હતી. અને પાલિકાની ફાઇટર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા ચામુંડા ચોકડી નજીક અજીતસિંહ ઝાલા ની આવેલ હોટલ જય માતાજી મા કોઇ અગમ્ય કારણોસર એકાએક આંગ લાગતા લોકોમાં દોડધામ મચી ગયેલ હતી.પ્રથમ આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જનરક્ષક 112 ની ટીમ ને ઘટનાની જાણ થતા તેઓ પણ દોડી આવેલ હતી.

અચાનક સવાર સવારમાં આગ લાગતા આસપાસના ધંધાર્થીઓ અને લોકો દોડી આવેલ હતા અને એકબીજાને મદદ કરી આગને બુઝાવવા મથામણ કરેલ હતી.આગ વિકરાળ રૂૂપ પકડતાં ફાઇટર બોલાવવાની ફરજ પડેલ હતી. અને પાલિકાની ફાઇટર ટીમે એકાદ કલાકની જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી. પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું સેવાઇ રહ્યું છે. આગ ની લપેટમાં સરસામાન બળીને ખાક થયેલ છે. સદનસીબે અન્ય કોઈ જાનહાની થયેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *