રોગચાળો બેકાબૂ: વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલટીથી મોત

પ્રહલાદ પ્લોટની ઘટના: પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…

પ્રહલાદ પ્લોટની ઘટના: પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં રોગચાળો બેકાબુ થયો હોય તેમ વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજ્યું છે. પ્રૌઢના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસ માંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પ્રહલાદ પ્લોટમાં આવેલા અમૃત એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ અમૃતલાલ રાણપરા નામના 54 વર્ષના પ્રૌઢને ઝાડા-ઉલ્ટીની બિમારી સબબ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમને સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પ્રૌઢે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે હોસ્પિટલ પોલીસચોકીના સ્ટાફે એડિવિઝન પોલીસને જાણ કરતા એડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક ચેતનભાઈ રાણપરા બેભાઈમાં નાના અને અપરણીત હતાં. ચેતનભાઈ રાણપરા ત્રણ દિવસથી ઝાડા-ઉલ્ટીની બિમારીમાં સપડાયા હતાં. ચેતનભાઈ રાણપરાનું ઝાડા-ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અઁગે એડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *