પાક.નો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!

ભારત સાથેના મુદ્દે હંમેશાં ખેલકૂદ અને રાજકારણ વચ્ચે અંતર રાખવાની મોટી મોટી વાતો કરતા પાકિસ્તાને પોતે જ ઉઝબેકિસ્તાનમાં ફિડે ચેસ ઑલિમ્પિયાડમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે.…

ભારત સાથેના મુદ્દે હંમેશાં ખેલકૂદ અને રાજકારણ વચ્ચે અંતર રાખવાની મોટી મોટી વાતો કરતા પાકિસ્તાને પોતે જ ઉઝબેકિસ્તાનમાં ફિડે ચેસ ઑલિમ્પિયાડમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધા હજી તો માંડ શરૂૂ થઈ ત્યાં પાકિસ્તાને તમાશો શરૂૂ કરી દીધો છે. આ 46મા ચેસ ઑલિમ્પિયાડમાં પાકિસ્તાને પ્રથમ રાઉન્ડમાં ઇઝરાયલ સામે રમવાની ના પાડી દેતાં ઇઝરાયલને 4-0થી વોકઓવર મળી ગઈ હતી. યોગાનુયોગ, ક્રિકેટની જેમ પાકિસ્તાનની ચેસમાં પણ નકવીનું રાજ છે.

પાકિસ્તાન ક્રિકેટમાં બેશરમ મોહસિન નકવી ભારતના કિસ્સામાં એક પછી એક બ્લન્ડર કર્યે જાય છે ત્યારે પાકિસ્તાન ચેસ ફેડરેશનના પ્રમુખપદે સૈયદ ઝીશાન નકવી નામનો અધિકારી છે. પાકિસ્તાને ટૂર્નામેન્ટના શેડયૂલ મુજબ નક્કી થયેલી ઇઝરાયલ (ઈંતફિયહ) સામેની મેચ માટે પોતાનો એક પણ ખેલાડી સ્પર્ધાના રૂૂમમાં નહોતો મોકલ્યો. પરિણામે, ચારેય ચેસ બોર્ડ પર રમત જ ન થતાં ઇઝરાયલને 4-0થી વિજેતા જાહેર કરી દેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *