મને અને મારા બાળકોને ગાળો આપીને પાકિસ્તાની ચાહકો વર્લ્ડ કપ જીતવાના નથી

સલમાન આગાની પત્નીનો ચાહકોને વળતો જવાબ પોતાની ટીમની હાર સહન ન કરી શકતા, પાકિસ્તાની ચાહકોએ અપશબ્દોનો આશરો લીધો. તેમણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સલમાન આગાની…

સલમાન આગાની પત્નીનો ચાહકોને વળતો જવાબ

પોતાની ટીમની હાર સહન ન કરી શકતા, પાકિસ્તાની ચાહકોએ અપશબ્દોનો આશરો લીધો. તેમણે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સલમાન આગાની પત્ની અને તેના બાળક સાથે અપશબ્દો બોલવાનું શરૂૂ કર્યું. આ ઘટના પાકિસ્તાન ટીમની ઇંગ્લેન્ડ સામેની હાર પછી બની હતી, જેનો સલમાન આગાની પત્નીએ હવે યોગ્ય જવાબ આપ્યો છે.પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે બે વિકેટથી મેચ હારી ગયું. જેના કારણે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ ખૂબ ઓછી થઈ ગઈ છે.

આ હાર પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ સહન કરી શક્યા નથી અને હવે તેઓ અસભ્ય વર્તન કરી રહ્યા છે. કેટલાક ફેન્સે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની પત્ની અને બાળકોને નિશાન બનાવ્યા હતા. સલમાન આગાની પત્નીએ હવે તેના પર થયેલા હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર મળેલા અપશબ્દોનો જવાબ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપ્યો, જેમણે આવું વર્તન કર્યું તેમને પૂછ્યું, શું પાકિસ્તાન આ કરીને વર્લ્ડ કપ જીતશે? મને અને મારા બાળકને ગાળો આપીને પાકિસ્તાની ચાહકો વર્લ્ડ કપ જીતવાના નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *