ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાનનો સેમિફાઇનલમાં પ્રવેશનો માર્ગ ધુંધળો

કોલંબોના ઐતિહાસિક આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી ઝ20 વર્લ્ડ કપ 2026 ની સુપર 8 મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને હરાવીને ટૂર્નામેન્ટમાં મોટો ઉલટફેર કર્યો છે.…

કોલંબોના ઐતિહાસિક આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી ઝ20 વર્લ્ડ કપ 2026 ની સુપર 8 મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને હરાવીને ટૂર્નામેન્ટમાં મોટો ઉલટફેર કર્યો છે. આ મેચ માત્ર શ્રીલંકા માટે જ નહીં, પણ પાકિસ્તાનની સેમિફાઇનલની આશાઓ માટે પણ નિર્ણાયક હતી. ન્યૂઝીલેન્ડની આ શાનદાર જીતે ગ્રુપ 2 ના સમીકરણો બદલી નાખ્યા છે, જેના કારણે હવે પાકિસ્તાન માટે સેમિફાઇનલની ગલીઓ સાંકડી થઈ ગઈ છે. શ્રીલંકા આ હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડે અંતિમ ચારમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કર્યો છે. સુપર 8 સ્ટેજમાં ગ્રુપ 2 ની સ્થિતિ અત્યારે ભારે રોમાંચક બની છે.

પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવાની ગણતરી એવી હતી કે ન્યૂઝીલેન્ડ તેની બાકીની બંને મેચ હારી જાય. જોકે, કીવી ટીમે મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને એકતરફી મુકાબલામાં હરાવી દીધું છે. આ પરિણામની સીધી અસર પાકિસ્તાન પર પડી છે, કારણ કે હવે ન્યૂઝીલેન્ડ પાસે સેમિફાઇનલમાં જવા માટે વધુ સ્પષ્ટ રસ્તો છે.

ગ્રુપ 2 માં ઇંગ્લેન્ડની ટીમ શાનદાર દેખાવ કરીને પહેલેથી જ સેમિફાઇનલની ટિકિટ ક્ધફર્મ કરી ચૂકી છે. હવે માત્ર બીજા સ્થાન માટે જંગ જામ્યો છે. જો ન્યૂઝીલેન્ડ તેમની આગામી મેચ પણ જીતી લે છે, તો તેમના કુલ 5 પોઈન્ટ્સ થઈ જશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન તેમની અંતિમ મેચ જીતવા છતાં પણ મહત્તમ 3 પોઈન્ટ્સ સુધી જ પહોંચી શકશે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *