કચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થતાં ડ્રોન તૂટી પડ્યા બાદ હાઈટેન્શન લાઈનમાં અથડાયું કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન હાઈટેન્સન લાઈન સાથે અથડાતાં ભારે વિસ્ફોટ…

ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થતાં ડ્રોન તૂટી પડ્યા બાદ હાઈટેન્શન લાઈનમાં અથડાયું

કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન હાઈટેન્સન લાઈન સાથે અથડાતાં ભારે વિસ્ફોટ થયો હતો. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક પાીકસ્તાની ડ્રોન તૂટી પડ્યું હતું. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલાં બની હતી.

ભારતીય સંરક્ષણ મંત્રાલય દદ્વરારા પુષ્ટી કરવામાં આવી હતી કે પાકિસ્તાન દ્વારા કચ્છ સહિત 15 જગ્યાએ લશ્કરી મથકો પર હુમલાઓ કરવામાં આવ્યા હતાં પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એસ-400 દ્વારા આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે અને ડ્રોન કે મિસાઈલને હવામા જ નષ્ટ કરી દેવામાં આવી છે. વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી છે.

પશ્ચિમ કચ્છ એસપી ભાસ્કરે આ મામલે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સાથે વાત કરતાં તેમણે ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ખાવડા નજીક કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવતાં પોલીસ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે.આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ સામેલ છે.

ઘાયલ સૈનિકોની કચ્છી લેઉવા પટેલ સમાજ વિનામૂલ્યે સારવાર કરશે
યુદ્ધની સંભવિત સ્થિતિ વચ્ચે કચ્છી લેઉવા પટેલ સમાજ મદદ માટે આગળ આવ્યો યુદ્ધની સંભવિત સ્થિતિ વચ્ચે કચ્છી લેઉવા પટેલ સમાજ આગળ આવ્યો છે.જો આવી કોઈ સ્થિતિ ઉભી થાય તો કચ્છી લેઉવા પટેલ સમાજ ભુજ પ્રેરિત અને કચ્છી લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત MMPJ હોસ્પિટલ અને કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જે બન્ને મળીને કુલ 400 બેડની હોસ્પિટલ છે. જેમાં જરૂૂર ઉભી થાય તો ઘાયલ સૈનિકો અને ઘાયલ કચ્છીઓની થતી શક્ય તમામ સારવાર અને સર્જરી વિનામૂલ્યે કરવામાં આવશે. તેમજ આ સમયગાળામાં 50 બેડ રિઝર્વ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *