તાજેતરમાં પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સમાપ્ત થયો. આ પ્રવાસ પર, પાકિસ્તાન ટીમને T20I અને ODI બંને શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે 5 મેચની T20I શ્રેણીમાં પાકિસ્તાનને 4-1થી હરાવ્યું અને પછી 3 મેચની ODI શ્રેણીમાં રિઝવાનની ટીમને 3-0થી ક્લીન સ્વીપ કરી. ODI શ્રેણીમાં ખરાબ રીતે હાર્યા બાદ, પાકિસ્તાની ખેલાડી ખુશદિલ શાહના ચાહકો સાથે અથડામણને કારણે ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નિવેદન બહાર પાડવું પડ્યું હતું. આ હોબાળા પછી પાકિસ્તાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ત્રીજી વનડેમાં સ્લો ઓવર રેટ બદલ આખી પાકિસ્તાન ટીમને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં સ્લો ઓવર રેટ બદલ પાકિસ્તાનને તેની મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીનાં જેફ ક્રોએ લાદ્યો હતો. તેમણે જોયું કે મોહમ્મદ રિઝવાનની ટીમે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી નાખી હતી. ઈંઈઈના નિયમો મુજબ, નિર્ધારિત સમય મર્યાદામાં ઓછી ઓવર ફેંકવા બદલ ટીમના તમામ ખેલાડીઓને તેમની મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવે છે.
પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને પોતાની ભૂલ સ્વીકારી છે અને ઈંઈઈની સજા સ્વીકારી લીધી છે. આવા કિસ્સામાં, સત્તાવાર સુનાવણીની કોઈ જરૂૂર નથી. આ આરોપો ફિલ્ડ અમ્પાયર ક્રિસ બ્રાઉન અને પોલ રીફેલ, થર્ડ અમ્પાયર માઈકલ ગફ અને ફોર્થ અમ્પાયર વેઈન નાઈટ્સ દ્વારા લગાવવામાં આવ્યા હતા.