પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના બની છે. ઇસ્લામાબાદની એક હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત બાળકોના મોત થયા હતાં. આ દુર્ઘટના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ગાયનેકોલોજી વોર્ડમાં બની હતી.અહેવાલ મુજબ વોર્ડમાં 16 શિશુઓ હતા, જેમાંથી ડોકટરો ફક્ત એકને બચાવી શક્યા હતા.
બચાવ અધિકારીઓ અનુસાર, વોર્ડની અંદર એર કંડિશનરના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો. ત્યારબાદ આગ લાગી અને ઝડપથી આખા વોર્ડમાં ફેલાઈ ગઈ.આગની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અભિયાન શરૂ કર્યું. અધિકારીઓ અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.આ ઘટના સવારે 7:00 વાગ્યાની આસપાસ બની હતી.
જીઓ ન્યૂઝ અનુસાર ઘટનાની તપાસ માટે એડિશનલ ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સમિતિ આગનું કારણ નક્કી કરશે અને ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરશે.
