રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી પલ્લવી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્વ. પલ્લવીબેન કિશોરભાઈ ત્રિવેદી દ્વારા તૈયાર કરેલ ચિત્રોના પ્રદર્શન અને શૈલી ત્રિવેદી દ્વારા ચિત્રકલા પર રચિત અ બ્લેઝ ઇન સાયલન્સ પુસ્તકનું વિમોચન કરવા માટે કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ કાર્યક્રમનો શુભારંભ તા.06/09/2025, શનિવારના રોજ સાંજે 05:30 કલાકે, ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ સંકુલ ખાતે કરવામાં આવશે. આ ચિત્ર પ્રદર્શન તથા પુસ્તકનું વિમોચન દેશના વરિષ્ઠ અને નામાંકિત ચિત્રકાર વૃંદાવન સોલંકીના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ ચિત્ર પ્રદર્શન શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મનપાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, જાણીતા આર્કિટેકટ કિશોરભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, પલ્લવી આર્ટ ફાઉન્ડેશનના હોદેદારો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
ચિત્ર પ્રદર્શન તારીખ અને સમય
તા.06/09/2025, સાંજે 06:30થી 08:00 કલાક સુધી, તા.07/09/2025 થી તા.08/09/2025, સમય: સવારે 10:00 થી 02:00 કલાક તથા બપોરે 04:00 થી 08:00 કલાક સુધી, પ્રવેશ (વિનામૂલ્યે) મળશે.. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ચિત્ર પ્રદર્શનમાં પ્રવેશ નિ:શુલ્ક હોઈ, જાહેર જનતાને આ ચિત્ર પ્રદર્શન નિહાળવા નિમંત્રણ પાઠવે છે.
