મહા આરતીનો કોળી સમાજ, મનપાના કોર્પોરેટર, કર્મચારીઓ, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, કંસારા સમાજ અને માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોએ લાભ લીધો
શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શક સમિતિની આગેવાની હેઠળ તા.27 ઓગષ્ટ એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી 6 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજે રોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે. તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આજે કોળી સમાજ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર , કર્મચારી ઓ, જીલ્લા પંચાયતના સભ્ય અને કર્મચારી ઓ, ભાષાભાષી, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, કંસારા સમાજ તેમજ એન.એસ.એસ., એન.સી.સી., આઈએમઆઈ, માર્કેટીંગ યાર્ડના આગેવાનો હોદ્દેદારો મહાઆરતીનો લાભ લીધો હતો. અને વોર્ડ નં.15 તથા 16 ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીનો લાભ લીધો હતો. આ મહાઆરતીના ઈન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર અને શહેર ભાજપ મંત્રી ડો.વિજયભાઈ ટોળીયાએ જવાબદારી સંભાળી હતી.
શ્રી ગણપતિ મંગલ મહોત્સવનો નવમા દિવસે મેડીકલ કોલેજ એઈમ્સ કેમીસ્ટ એસોસિએશન, વેપાર એસોસિએશન, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર્સ, એન્જીનીયરીંગ એસો. ટેલીફોન, સૌરાષ્ટ્ર કચ્છ (નલીન ઝવેરી) પૂર્વ સિન્ડીકેટ સભ્ય, પૂર્વ કુલપતિ, વકિલો, સી.એ., શાળા-કોલેજ સંચાલક મંડળ, યુનિ.ના કર્મચારી અને કુલપતિ ઓ મહાઆરતીનો લાભ લેશે સાથે વોર્ડ નં.17 તથા 18 ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીમાં જોડાશે. આજની આરતીના ઈન્ચાર્જ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતન લાલસેતા અને પરિમલભાઈ પરડવા જવાબદારી સંભાળી રહયા છે. આજે સાંજે 4.30 કલાકે બહેનો માટે ઓપન રાજકોટ પાણી પુરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રકતદાન કેમ્પનું આયોજન સાંજે 6.00 થી 9.00 કલાકે તેમજ આજે સાંજે 7.30 કલાકે ભાઈઓ-બહેનો માટે ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા રાખવામાં આવેલ છે.
ગણપતિ મહોત્સવમાં આજે પાણીપુરી અને લાડુ જમણ સ્પર્ધા
સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ મંગલ મહોત્સવમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતીક કાર્યક્રમોનું એક પારિવારીક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે, તેમજ વિવિધ રોમાંચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે આવતીકાલે સાંજે 4.30 કલાકે ઓપન રાજકોટ બહેનો માટે પાણીપુરી ખાવાની સ્પર્ધાનું આયોજન તેમજ આવતીકાલે સાંજે 7.30 કલાકે લાડુ જમણ સ્પર્ધા ઓપન સૌરાષ્ટ્ર ભાઇઓ બહેનો માટે યોજવામાં આવશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ ડો.માધવ દવેએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર થયા બાદ તેમને ઈનામ વિતરણ કરવામાં આવશે. તો કાર્યક્રમમાં ભાગ લેવા શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ ડો.માધવ દવે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
