યુનિ. રોડ પર ખાણી-પીણીના દબાણો સામે રોષ

સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટના રહિશોની મેયરને ઉગ્ર રજૂઆત યુનિવર્સિટી રોડ ઉપર સીટીબસ અકસ્માત બાદ રોડ ઉપરના દબાણો મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.…

સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટના રહિશોની મેયરને ઉગ્ર રજૂઆત

યુનિવર્સિટી રોડ ઉપર સીટીબસ અકસ્માત બાદ રોડ ઉપરના દબાણો મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં આજે સત્યમ સશિવમ સુંદરમના એપાર્ટમેન્ટના રહિશોએ એપાર્ટમેન્ટ આગળ થયેલા ખાણી-પીણીના દબાણો દૂર કરવા મેયરને રજૂઆત કરી હતી.

રહીશોએ જણાવેલ કે, અમારા એપાર્ટમેન્ટની આગળના ભાગમાંથી અમારા એપાર્ટમેન્ટમાં આવવામાં આવવા માટેનો રસ્તો / જાળી છે. જેની આગળ ’માધવ ચા વાળા’ દ્વારા ’માધવ’ ગાંઠિયાની રેકડી રાખીને અમારી એન્ટ્રી બંધ કરી દબાણ કરી લીધેલ છે. જેથી અમોને અવરજવરમાં ખૂબજ અસહ્ય તકલીફ પડે છે., તેમજ ’માઘવ ચા’ વાળા દ્વારા વ્યાપક પ્રમાણમાં અમારી તમામ પાર્કિંગમાં દબાણ કરી, આગળ ચા-પાણી, ગાંઠિયા બનાવી તમામ કાર્યવાહી ચોવીસ કલાક કરવામાં આવતી હોય, તમામ કોમન જગ્યામાં દબાણ કરી સતત માનસીક ત્રાસ આપી રહેલ છે., ’માધવ ચા’ દ્વારા અમારા એપાર્ટમેન્ટની ખુલ્લી જગ્યામાં ખોટી રીતે દબાણ કરી, પતરા નાખી અસ્થાયી બાંધકામ કરી લેવામાં આવેલ છે. જે તુરંત દબાણ દુર કરવું જોઈએ., વધુમાં અમારા એપાર્ટમેન્ટમાં નીચે આવેલ ’પિના જવેલર્સ’ દ્વારા પણ પાર્કિંગની ખાલી જગ્યામાં ખોટી રીતે દબાણ કરી માનસીક ત્રાસ આપે છે., તદઉપરાંત સાઈડની બાજુમાં ‘અમૃતસરિયા’ નામથી પંજાબી / ચાઈનીઝ બનાવાની કાર્યવાહી રાત્રીના સમયે 8 થી 2 વાગ્યા સુધી થઈ રહેલ છે. જે પણ એક અસહ્ય માનસીક ત્રાસરૂૂપ છે. જેના ઘુમાડાથી સતત વાતાવરણને પણ નુકશાન થઈ રહેલ છે. જે દબાણ પણ દૂર કરવું જરૂૂરી છે. આમ ’માઘવ ચા’, ’માધવ ગાંઠિયા’, પિના જવેલર્સ’ તથા ’અમૃતસરિયા’ દ્વારા કોમન જગ્યામાં દબાણ કરી લેવામાં આવેલ હોવાથી, લોકોની ભીડ અસહ્ય થતી હોય, રસ્તા ઉપર ખૂબજ ટ્રાફીક થાય છે તેમજ લોકો દ્વારા બીભત્સ વાતો અને વ્યવહારને લઈને સામાજીક ત્રાસ થઈ રહેલ છે.

આમ, આ લોકોની અસહ્ય ભીડને લઈને અમારા એપાર્ટમેન્ટની આગળના ભાગમાં જ સીટી બસનું સ્ટેન્ડ આવેલ છે. જે ઉપર સ્ત્રીઓ / મહિલાઓ ઉભા રહી શકતા નથી, તેમજ સીટી બસને પણ રોડની મધ્યમાં ઉભી રહેતી હોય વારંવાર જાન લેવા અકસ્માતોના બનાવો પણ બને છે. અમારા એપાર્ટમેન્ટ ’સત્યમ શિવમ સુંદરમ્’ એપાર્ટમેન્ટની આગળના ભાગમાં આવેલી જાળી / એન્ટ્રી, આગળ દબાણ થયેલ ’માઘવ ગાંઠિયા’ ને તુરંત અસરથી દબાણ દૂર કરવા પગલા લેવા હુકમ કરશો. અમરા એપાર્ટમેન્ટ ’સત્યમ શિવમ સુંદરમ્’ એપાર્ટમેન્ટની આગળના ભાગમાં થયેલ ’માથવ ચા’, ’પિના જવેલર્સ’ તથા ’અમૃતસરિયા’ દ્વારા થયેલ દબાણ તુરંત અસરથી દૂર કરવા પગલા લેવા હુકમ કરશો. અમારા એપાર્ટમેન્ટના રહીશોને ઉકત દબાણકારો દ્વારા થતા માનસિક તથા સામાજિક ત્રાસ તુરંત અસરથી દૂર થાય અને આ દબાણ કાયમી ધોરણે દૂર થાય તેવા ઘટતા હુકો ફરમાવશો તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *