25 લાખની વસતીમાં માત્ર 172 ઊભળક પગે, મનપાના જાદુઈ આંકડા

આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરીમાં રોગચાળો કાબુમાં, ખાનગી દવાખાનાઓ દર્દીથી ઊભરાઈ રહ્યા કાળજાળ ગરમીના કારણે પાણીજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઝાડા…

આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરીમાં રોગચાળો કાબુમાં, ખાનગી દવાખાનાઓ દર્દીથી ઊભરાઈ રહ્યા

કાળજાળ ગરમીના કારણે પાણીજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઝાડા ઉલ્ટીના દર્દીઓથી ખાનગી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરેલ ડોર ટુ ડોર કામગીરીમાં ફક્ત 172 કેસ ઝાડા ઉલ્ટીના આવતા મનપાના આ જાદુઈ આંકડાઓ સામે સવાલો ઉભા થયા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, મરડો અને કોલેરાના કેસની સંખ્યા જીરો જોવા મળી છે. જ્યારે શરદી અનેતાવના કેસ સામાન્ય રહ્યા હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.14/4/2025 થી તા.20/04/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 17,965 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 265 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરજન્ય રોગચાળા માટે ઝોનના વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. તેમજ ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 542 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 142 અને કોર્મશીયલ 84 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સૂત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *