મેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તો

મેટોડા જીઆઇડીસીમાં ગઇકાલે ભાઇ-બહેન ઉપર છરીથી ખૂની હુમલો કર્યાના બનાવમાં ખુની હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. ઇજાગ્રસ્ત યુવતીની આરોપીએ પજવણી કરતા યુવતીનો…

મેટોડા જીઆઇડીસીમાં ગઇકાલે ભાઇ-બહેન ઉપર છરીથી ખૂની હુમલો કર્યાના બનાવમાં ખુની હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. ઇજાગ્રસ્ત યુવતીની આરોપીએ પજવણી કરતા યુવતીનો ભાઇએ ઠપકો આપતા તેનો ખાર રાખી ખૂની હુમલો કર્યાનું ખુલ્યું છે.

મળતી વિગતો મુજબ અશ્વિનભાઇ પ્રેમજીભાઇ જોગદીયા (ઉ.વ.24) ધંધો નોકરી રહે. હાલ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. રની સામે આંગણવાડીની સામે એ આરોપી સુરેશ નવીનભાઇ મંગે જેના સરનામાની ખબર નથી. તે શખ્સ સામે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ બે મહીના પહેલા ફરીયાદીની બહેન ઇજા પામનાર પ્રભાબેનની પજવણી કરેલ હોય તે બાબતે ફરીયાદીએ આરોપીને રસ્તા પર રોકી ઠપકો આપેલ હોય તેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના બહેન ઈજા પામનાર પ્રભાબેન પોતાના ઘરે નીચેના રૂૂમમાં એકલી હોય ત્યારે રૂૂમમાં પ્રવેશ કરી રૂૂમનો દરવાજો બંધ કરી ફરીયાદીના બહેનને જાનથી મારી નાખવાનું ઇરાદે માથાના ભાગે તથા બન્ને હાથમાં છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી તથા કરીયાદી પોતાની બહેનને બચાવવા જતા ફરીયાદીને જમણા હાથની આગળીઓમાં ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયો હતો. આ ફરીયાદ અન્વયે મેટોડા જીઆઇડીસી પોલીસે હત્યાની કોશિષ અને એટ્રોસીટી એકટ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી આરોપી નુરેશની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *