શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે સરસ્વતી વિધાલય ચલાવતા શીક્ષકને માર મારવાના પ્રકરણમાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા અને પોલીસ કર્મચારી વિરૂૂધ્ધ કોર્ટે કેસ ચલાવવા હુકમ કર્યો છે. શહેરની ભાગોળે આવેલા ત્રંબામાં રહેતા અને સરસ્વતી વિદ્યાલય નામની સ્કુલ ચલાવતા પાર્ષદભાઈ ધીરૂૂભાઈ વ્યાસ અને તેના ભાઈ હીતેશભાઈ ધીરૂૂભાઈ વ્યાસ તા.29/03/2024 ના રોજ સાંજના સમયે સ્કુલમાં હતા.
તે દરમ્યાન બે પોલીસ કર્મચારી સીવીલ ડ્રેસમાં આવ્યા હતા અને પાર્ષદભાઈને કહેલ કે ચાલ ગાડીમાં બેસી જા તારા વીરૂૂધ્ધ ફરીયાદ છે તે દરમ્યાન એક પોલીસ કર્મચારી વાસાણીભાઈએ બિભસ્ત ગાળો ભાંડી પાર્ષદભાઈને છાતીમાં જોરથી બાચકો ભરી શર્ટ પકડી ઢસડી લાકડીથી માર મારતા પાર્ષદભાઈએ બાળકોની સ્કુલ છુટે ત્યારે આવુ છું તેવી વિન્નતી કરી હતી. તે અરસામાં બીજી ખાનગી ગાડી આવેલ બે પોલીસ કર્મી સીવીલ ડ્રેસમાં ધસી આવ્યા હતા. પોલીસ કર્મીઓએ હીતેષભાઈ અને પાર્ષદભાઈને ઢીકા-પાટુ અને લાકડી વડે માર મારી બંને ભાઈઓને ઢસડીને ધકકા મારી ગાડીમાં બેસાડી દીધા હતા.
અને ફરીયાદી હર્ષાબેન સાથે ગેરવર્તન કરી બંને ભાઈઓને આજીડેમ પોલીસ સ્ટેશને લાવી પીઆઇ એ.બી.જાડેજા પાસે લઈ જતા પી.આઈ. એ.બી. જાડેજાએ બંને ભાઈઓને ગાળો આપી માર મારી બીજા રૂૂમમાં મોકલી દીધા હતા. ત્યારબાદ તમામ પોલીસ કર્મચારીઓએ બંને ભાઈઓને વાર ફરતી ઢોર માર માર્યો હતો. પોલીસે કરેલા ગેરવર્તન અને માર માર્યાનો પાર્ષદભાઈએ રેકોર્ડ કરેલો વિડીયો પોલીસે ડીલીટ કરી નાખ્યો હતો અને બાદમાં પોલીસે બંને ભાઈઓને રાતના સમયે જવા દીધા હતા. પોલીસના બેફામ મારના કારણે ઈજા પહોંચતા બંને ભાઈઓને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે હર્ષાબેન ધીરૂૂભાઈ વ્યાસે આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ રામજીભાઈ વાસાણી, કોન્સ્ટેબલ હરીશધનભાઈ માધુભાઈ પરમાર, અજયભાઈ જેસીંગભાઈ હુંબલ, જગદીશસિંહ રવુભાઈ પરમાર, હરપાલસિંહ જયુભાઈ જાડેજા વિરૂૂધ્ધ કોર્ટમાં લેખીત ફરીયાદ દાખલ કરી હતી. અદાલતે આ અંગે પોલીસ રીપોર્ટ અને બંને સાહેદોના સારવાર સર્ટીફીકેટ મનગવી ફરીયાદીનુ વેરીફીકેસન લીધું હતું. અને આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજા સહિત તમામ પોલીસ કર્મચારી વિરૂૂધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ રઘુવીરભાઈ બસીયા રોકાયા હતા