રાજકોટથી રતલામ જતી રૂા.12.50 લાખની ચાંદીની જવેલરીના પાર્સલ ગઠિયો લઈ ફરાર

  લીંબડી હાઈવે પર હોટલ પર જમવા બસ ઊભી રાખી ત્યારે 52.380 કિલો ચાંદીના દાગીના ભરેલા પાર્સલો કોઈ ચોરી ગયું લીંબડી હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાં…

 

લીંબડી હાઈવે પર હોટલ પર જમવા બસ ઊભી રાખી ત્યારે 52.380 કિલો ચાંદીના દાગીના ભરેલા પાર્સલો કોઈ ચોરી ગયું

લીંબડી હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાં ભોજન માટે ઉભેલી ખાનગી બસની ડેકીમાંથી 52.380 કિલો ચાંદીના દાગીના ભરેલા પાર્સલોની ચોરી કરી ગઠીયો ફરાર થઈ ગયો છે. રૂૂ. 12.50 લાખના ચાંદીના દાગીના ચોરનાર શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદ, સારંગપુર લક્ષ્મી બિલ્ડિંગ દોલતખાના ખાતે રહેતા સજ્જનકુમાર ધનરાજઝુંમરમલ્લ સોમાનીએ લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે સજ્જનકુમાર કાર્ગો કુરિયરમાં કામ કરું છું. 52.380 કિલો ચાંદીના મીક્ષ ધાતુની જ્વેલરીના 2 પાર્સલ તૈયાર કરીને મધ્યપ્રદેશના રતલામ પહોંચાડવા માટે રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડીથી આશાપુરા ટ્રાવેલ્સની બસની ડેકીમાં મૂક્યા હતા. ટ્રાવેલ્સ લીંબડી હાઈવે ઉપર હોટલના કમ્પાઉન્ડમાં ભોજન માટે ત્યાંથી અમદાવાદ મેમકો ચાર રસ્તે થોડીવાર ઊભી રહી રતલામ પહોંચી હતી.

રતલામ ઓફિસના કર્મચારી ગજેન્દ્ર રાઠોડે ટ્રાવેલ્સની ડેકી ખોલી. પરંતુ ચાંદીની મીક્ષ ધાતુની જ્વેલરી ભરેલા પાર્સલો જોવા મળ્યા નહોતા! ગજેન્દ્ર રાઠોડે મને ફોન કરી કહ્યું કે પાર્સલ મળ્યા નથી. ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં વાંકાનેરના રણજીતભાઈએ કહ્યું હતું કે આપડી બસ લીંબડી હાઈવે પરની હોટલના કમ્પાઉન્ડમાં ભોજન માટે ઊભી રહી ત્યારે અજાણ્યો શખસ ડેકી ખોલીને પાર્સલ લઈ ગયો હતો. 12.50 લાખની કિંમતના 52.380 કિલો ચાંદીના મીક્ષ ધાતુની જ્વેલરી ભરેલા પાર્સલોની ચોરી કરનારા અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

જિલ્લામાં છેલ્લાં કેટલાક સમયથી ચોરી, લૂંટફાટ સહિતના ગુનાઓના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. આ અંગે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *