ગોંડલમાં ગુનાખોરીને ડામવા રાત્રે 10 વાગ્યે હોટલ-ગલ્લા બંધ કરવા ફરમાન

રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ ‘રાતના રાજા’ઓ ઘરભેગા થઈ ગયા રેન્જ ડીઆઇજી નો ચાર્જ સંભાળી નિર્લિપ્ત રાયે ગોંડલ ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત…

રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ ‘રાતના રાજા’ઓ ઘરભેગા થઈ ગયા

રેન્જ ડીઆઇજી નો ચાર્જ સંભાળી નિર્લિપ્ત રાયે ગોંડલ ની મુલાકાત લીધી હતી.આ મુલાકાત ની ધારી અસર થઇ હોય તેમ શહેર પોલીસે મોડી રાત સુધી જાગતા ગોંડલ ને વહેલા સુવડાવી દેવાની કવાયત શરુ કરતા રાત્રીનાં દશ કલાકે ગોંડલ સજ્જડ બંધ થઇ ગયુ હતુ.બન્ને ડીવીઝન નાં પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફે સતત બજાર વિસ્તારો તથા રાજમાર્ગોપર પેટ્રોલીંગ કરતા મોડીરાત સુધી જાગરણ કરતા રાત નાં રાજાઓ ઘર ભેગા થઇ ગયા હતાં.અને ગોંડલ ની સડકો પર સન્નાટો છવાયો હતો.

બસસ્ટેન્ડ વિસ્તાર માં ખાસ કરીને ગાંઠીયાની લારીઓ મોડીરાત સુધી ધમધમતી હોય છે.
ઉનાળા એ આકરો મિજાજ દાખવવાનુ શરુ કર્યુ હોય ગોંડલ નાં ફેમસ ગોલાની લારીઓ પણ મોડી રાત સુધી ખુલ્લી રહેતી હોય છે.પરંતુ પોલીસ આક્ર્મક બનતા ધમધમતી બજારો રાત્રીનાં સુનકાર બનવા પામી હતી.
પોલીસ ડીપાર્ટમેન્ટ માં સિંઘમ ગણાતાં નિર્લિપ્ત રાય ની એક મુલાકાત થી ગોંડલ પોલીસ પણ સિંઘમ બની છે.
ગુન્હાખોરી ને ડામવા પોલીસ મક્કમ બની હોય તેમ હવેથી રાત્રીનાં દશ કલાકે ખાણીપીણી થી લઇ તમામ બજારો બંધ કરવા ફરમાન જારી કર્યુ છે.ગઇકાલ થી ગોંડલ નાં માથા ના દુખાવા રુપ ટ્રાફિક સમસ્યા અંગે પણ શહેર આકરી બની છે.પોલીસે ટ્રાફિક મુદ્દે કડકાઈ દાખવતા આડેધડ ખડકાતાં વાહનો વ્યવસ્થિત પણે પાર્કિંગ કરેલાં જોવાં મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *