રાજ્યના અનેક શહેરોની જેમ રાજકોટમાં શૈક્ષણિક કાર્ય કાલે શનિવારે બંધ રાખવું કે કેમ તેનો નિર્ણય સાંજ સુધીમાં જાહેર કરાશે
મધ્યપ્રદેશ પર સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ગુજરાત તરફ પૂરજોશમાં ધસમસતુ આવી રહ્યુ છે. ડીપ ડીપ્રેશન, મોનસુન ટ્રફ, અપર એર સાયક્લોનિક સક્યુલેશન અને વેસ્ટન ડીસ્ટબન્સ એમ એકસાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે.
જેમા રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ અને ખાસ કરીને આવતીકાલે રાજકોટમાં પણ હાઇએલર્ટ જેવી આગાહી કરવામા આવી છે. જેના પગલે ગુજરાત સરકારના આદેશના પગલે ગઇકાલે કલેકટર ડો.ઓમ પ્રકાશે બોલાવેલી આપાત કાલિન મિટિંગમાં મહાનગર પાલિકા સહિત તમામ સંબંધિત વિભાગોને જરૂૂરી સુચના અપાઇ હતી. સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટના ફાયર બ્રિગેડના તમામ સ્ટાફની રવિવાર સુધીની રજા રદ કરી નાખવામા આવી છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં સંભવિત આકાશી આફત સામે લડવા માટે એસ. ડી. આર. એફ.ની ટીમ ફાળવવામા આવી હોવાનું મનપાના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ હતુ. એસ.ડી. આર. એફ.ના 50 જવાનોને હાલ શાપર-વેરાવળમાં તૈનાત રાખવામા આવ્યા હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ માંથી જાણવા મળે છે.
દરમિયાન કલેકટરના ક્ધટ્રોલ રૂૂમ નંબર(0281) 2471573 ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ક્ધટ્રોલ રૂૂમ નંબર 94299 03261 તેમજ ફાયર બ્રિગેડના ક્ધટ્રોલ રૂૂમ નંબર 101 પર રાઉન્ડ ધી ક્લોક ટીમ બેસાડી દેવામા આવી છે. રાજકોટ મનપાની ફાયર બ્રિગેડ ઉપરાંત આરોગ્ય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગાર્ડન શાખા, ભૂગર્ભ શાખા માટે પણ રાઉન્ડ ધી ક્લોક કામગીરીની ગાઇડલાઇન જારી કરી દેવામા આવી છે. તા.4 સુધી ભારે વરસાદની આગાહી છે. જેના પગલે ગુજરાતના અનેક શહેરોમાં શાળા-કોલેજમાં રજા રાખવામા આવી છે. રાજકોટમાં રજા રાખવાનો આદેશ થશે અને જો થશે તો કઇ તારીખ સુધી થશે તેનો નિર્ણય આજે સાંજ સુધીમાં જિલ્લા પ્રશાસન દ્વારા લેવામા આવનાર હોવાનું જાણવા મળે છે.
ફાયર બ્રિગેડ આ રીતે શસ્ત્ર સરંજામ સાથે સજ્જ
405થી વધુ સ્ટાફ તૈનાત, તમામની રજા રદ
10 બોટ
8 રેસ્ક્યુ વાન
4 ડી-વોટરીંગ હેવી પમ્પ
8 પોર્ટેબલ પમ્પ
32 ફાયર ફાયટર
7 ફાયર સ્ટેશન પર ટીમ સજ્જ
સંભવિત અસરગ્રસ્તોના આશ્રય સ્થાનો માટે આરોગ્ય વિભાગે વોર્ડવાઇઝ બનાવી ટીમ
આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યુ હતુ કે, ભારે વરસાદ દરમિયાન મોટાભાગે આજી નદીના કાંઠે, રામનાથ પરા, લલુડી વોંકળી, ભગવતીપરા, રામનાથ પરા, શેઠ હાઇસ્કુલ પાછળના વિસ્તારો, પોપટપરા નાલ આસપાસ સહિત જ્યા પણ પૂર જેવી સ્થિતિ સર્જાય છે ત્યા નજીકની સરકારી શાળા સહિતની જગ્યાએ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામા આવે છે. આરોગ્ય વિભાગને આશ્રયસ્થાનોની યાદી આપવામા આવી છે એ તમામ સ્થળ માટે વોર્ડના આરોગ્ય કેન્દ્રના સ્ટાફમાંથી ખાસ ટીમ મોકલવા માટેની તૈયારી કરવામા આવી છે.
ફૂડ પેકેટ તૈયાર રાખવા વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે કરાયો સંપર્ક
કુદરતી આફત વચ્ચે ઇશ્વરના આર્શવાદ સાથે અન્નદાતા બનીને આવતા સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે મનપાએ સંપર્ક શરૂૂ કરી દીધો છે. સંભવિત અસરગ્રસ્તોને ભોજન પુરુ પાડવા માટે વિવિધ સંસ્થાઓને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાની તૈયારી કરી રાખવી તેવો અનુરોધ મનપા તરફથી કરાયો છે.
