જામનગર ના કાલાવડ નાકા બહારના મુદ્દે આજે વિપક્ષી કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો, અને પોતાના ટેકેદારો સાથે મહાનગરપાલિકાની કચેરીમાં આવીને સૂત્રોચાર કર્યા હતા, અને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પૂન: નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અને જો ત્વરિત કામ શરૂૂ નહીં થાય તો સ્થાનિક વિસ્તારના લોકોને સાથે રાખીને જન આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ જેનબબેન ખફી કે જેઓ દ્વારા આજે કાલાવડ નાકા બહારના પૂલને લઈને મહાનગરપાલિકા ની કચેરીમાં વિરોધનો શૂર વ્યક્ત કરાયો હતો, અને સુત્રોચાર સાથે ટેકેદારોને લઈને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ મેંયર- સ્ટેન્ડિંગ ચેરમેન ની કચેરી ને દ્વારે આવેદનપત્ર ચોંટાડ્યું હતું.
જે આવેદનમાં જણાવાયું છે કે છેલ્લા ચાર વર્ષથી અમારા દ્વારા સતત લેખિત, મૌખિક તથા સામાન્ય સભામાં રજૂઆત અનેકવાર રજુઆત કરાઈ છે. તેમજ કાલાવડ નાકા પુલ પાસે અનેક વખત સહી ઝુંબેશ તેમજ બ્રીજ બનાવવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું.જેથી આજ થી અંદાજીત છ માસ પહેલા અંદાજીત 20 કરોડના ખર્ચ સાથે નવો પુલ મંજુર કરેલ છે.
જે સામાન્ય સભામાં મંજુર થયા પછી ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ તેને પણ બે માસથી વધારેનો સમય થઇ ગયો હોવા છતાં સતાધારી પક્ષ દ્વારા સ્ટે.કમિટી માંથી મંજુરી નથી મળી. એકકે બીજા કારણોસર પક્ષપાત ભર્યું વલણ રાખી મંજુરી નથી આપતા તેવો આક્ષેપ કરીને નજીકના સમયમાં જ જો પુલનું કાર્ય હાથ નહીં ધરાયતો લોકોને સાથે રાખીને ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
