ઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચી

રાજકોટના આજી વસાહત વિસ્તારમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યે તન્વી ગોલ્ડ નામની ઘરેણાનું એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની કારખાના નજીક જ ગોળી ધરબી હત્યાની ઘટના બાદ પોલીસે…

રાજકોટના આજી વસાહત વિસ્તારમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યે તન્વી ગોલ્ડ નામની ઘરેણાનું એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની કારખાના નજીક જ ગોળી ધરબી હત્યાની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે કરેલા દિલધડક ઓપરેશનની સીલસીલાબંધ વિગતો પ્રકાશમાં આવી છે.

રાજકોટમાં રાત્રે 7.55 કલાકે મર્ડર અને લૂંટની ઘટનાની જાણ થતાં ગણતરીની મિનિટોમાં જ શહેરભરનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ‘ઓપરેશન તન્વી’ શરૂ કરાયુ હતુ. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. સહિત વિભાગોના 50 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની ટુકડીઓ એકશનમાં આવી ગઇ હતી અને લૂંટારૂઓનું પગેરુ મેળવવા સીસીટીવી ફુટેજ ચેક કરવા અમૂક સ્ટાફ કામે લાગ્યા હતો અને તેની માહિતીના આધારે અલગ-અલગ ટીમોએ ટોળકીનું પગેરુ દબાવ્યુ હતું.

લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ટોળકી સીસીટીવીથી બચવા ચેટજીટીપીનો સહારો લઇ રાજકોટથી સુરેન્દ્રનગર, પાટડી, દસાડા અને સમી થઇ રાજસ્થાન તરફ ભાગી હતી અને બોર્ડર ક્રોસ કરી રાજસ્થાનમાં પહોંચી ગઇ હતી પરંતુ ઉદયપુર પાસે સ્થાનિક પોલીસ નાકા દબાવીને ઉભી હોય ત્યાં પહોંચે તે પહેલા પીંડવારા પાસે રાજકોટ પોલીસે જ આંતરી લીધા હતા.

આ રૂટ ઉપરનો 464 કિ.મી.ની દિલધડક ચેઝ રાજકોટ પોલીસે લૂંટારૂ ટોળકીને વહેલી સવારે 2.59 કલાકે ઝડપી લીધી હતી. આમ માત્ર 7 કલાકમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે રેકી કરવામાં સંડોવાયેલ બે શખ્સોને પોલીસે કચ્છના સામખીયાળી નજીકથી ઉપાડી લીધા હતા.

રાજકોટથી પોલીસે પીછો કરી ભીંસ વધારતા લૂંટારૂ ટોળકી ગભરાઇ ગઇ હતી અને ચોટીલા નજીક કારની નંબર પ્લેટ બદલવા ઉભી રહી હોવા છતાં નંબર પ્લેટ બદલી શકી ન હતી. જેના કારણે કારનો પીછો કરી શોધવાનું પોલીસ માટે આસાન બની ગયુ હતુ અને ઓપરેશન સફળ રહ્યુ હતું.

સીસીટીવી ફૂટેજની તપાસમાં લૂંટારુઓ ગ્રીનલેન્ડ ચોકડી તરફ નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું હતુ.આયોજનબદ્ધ લૂંટ પાછળ સ્થાનિક ભેજાબાજની રેકી હોવાની આશંકા વચ્ચે પોલીસે શહેરના એક્ઝિટ પોઇન્ટ્સ સીલ કરી નાકાબંધી સાથે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સોના-ચાંદીની લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં ગણતરીના કલાકોમાં જ લૂંટ વિથ મર્ડરની આ ઘટનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ લૂંટની ઘટનાને અંજામ આપનાર કોઈ બહારના શખ્સો નહીં પરંતુ ખુદ કંપનીના જ કર્મચારીઓ હતા.જેમણે અંદરથી ટીપ આપીને આ કાવતરું રચ્યું હતું.

આ સનસનાટીભર્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મોટી કાર્યવાહી કરીને મુખ્ય ચાર લૂંટારૂૂઓ સહિત મદદગારી કરનાર તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચારેક લૂંટારૂૂઓને ગુજરાતમાંથી જ્યારે અન્ય લૂંટારૂૂઓને રાજ્ય બહારથી પકડી પાડવામાં આવ્યા છે.જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ઉદયપુર સુધી ધામા નાખીને લૂંટારૂૂ ગેંગને દબોચી લીધી છે અને લૂંટમાં ગયેલો સોના-ચાંદીનો તમામ મુદ્દામાલ સંપૂર્ણપણે રિકવર કરી લીધો છે.

ગરબા મહોત્સવમાં જવાની તૈયારી કરતા પોલીસ અધિકારીઓ વરદી પહેરીને ઘટનાસ્થળે દોડ્યા!!
રાજકોટ શહેરમાં તન્વી ગોલ્ડના મેનેજરની ગોળી મારી નિર્મમ હત્યા કરી રૂૂપિયા 1.53 કરોડની સનસનાટીભરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. આ ચકચારી લૂંટ વિથ મર્ડરની ઘટના બની ત્યારે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક પ્રતિષ્ઠિત ગરબાના આયોજનમાં હાજરી આપવા માટે તૈયાર થઈ રહ્યા હતા. જો કે, ઘટનાની ગંભીરતા જોતા જ અધિકારીઓ ગરબામાં જવાનો કાર્યક્રમ પડતો મૂકી, તુરંત પોતાની વરદી પહેરીને ઘટના સ્થળે દોડી ગયા હતા. ગુનાની ગંભીરતાને પગલે એક્શનમાં આવેલી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લૂંટારૂૂઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખી રાત સરહદો ખંખેરી અને ફિલ્મી ઢબે ગાડીઓ હંકારીને આરોપીઓનો પીછો કર્યો હતો. આ સઘન ઓપરેશનના અંતે પોલીસે ગુનામાં સંડોવાયેલા ચાર રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હોમગાર્ડ જવાને પોલીસને માહિતી આપી કે લૂંટારાઓ કઈ દિશામાં ભાગ્યા
રાજકોટના આજી વસાહતમાં ગતરાત્રે બનેલી લુંટ-વિથ મર્ડરની ઘટનામાં એક વિવાદિત હોમગાર્ડની માહિતીના આધારે પોલીસને આરોપીઓનું પગેરૂ દબાવવાની દિશા મળી હોવાનું જાણવા મળે છે. સુત્રોના કહેવા મુજબ લુંટની ઘટના બની ત્યારે થોરાળામાંથી પસાર થતા હોમગાર્ડ જવાને લુંટારૂઓની કારનો પીછો કરી કાર કઇ દિશામાં ગઇ તેની માહિતી પોલીસને આપતા પોલીસનું કામ સરળ બની ગયું હતુ અને ગણતરીની કલાકોમાં જ ટોળકીને ઝડપી લીધી હતી.

ડીસીપી જગદીશ બાંગરવાએ મોડી રાત સુધી મોરચો સંભાળી ઓપરેશન પાર પાડયું
લુંટના બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવાએ મોરચો સંભાળ્યો હતો અને મોડી રાત સુધી રાજસ્થાન પોલીસ સાથે સતત સંપર્કમાં રહી ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઇ પીએસઆઇ સુધીના સ્ટાફને રાજસ્થાનમાં કઇ રીતે ઓપરેશન પાર પાડવું તેની સુચના આપી હતી. બીજી તરફ રાજકોટ પોલીસની ટીમ સાથે સંકલનમાં રહી લુંટારૂ ટોળકીનો પીછો કરતી રાજકોટ પોલીસને પણ સુચના આપી હતી. આમ સતત મોડી રાત સુધી રાજસ્થાન પોલીસ અને રાજકોટ પોલીસ સાથેના સંકલનને સફળતા મળી હતી અને લુંટારૂ ટોળકી સાત કલાકમાં જ તમામ મુદામાલ સાથે જ પોલીસના સકંજામાં આવી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *