જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં જૂની પટેલ મીલ ની બાજુમાં રહેતા કૌશલ્યાબા બચુભા જાડેજા નામના 48 વર્ષના પરણિત મહિલાએ આજે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે પરિવારના સભ્યોએ તુરતજ 108 ની ટીમને જાણ કરી હતી. જેથી 108 ની ટુકડી બનાવ ના સ્થળે દોડી આવી હતી. પરંતુ તે પહેલાં કૌશલ લેવાનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પરપ્રાંતીય યુવકને ઢોર માર માર્યો
જામનગરમાં ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો અભિષેક ઉમાશંકર શર્મા નામનો 31 વર્ષનો પરપ્રાંતીય યુવાન કે જે સસ્તો મોબાઇલ લેવાના બહાને 3 શખ્સો ની ચુંગલમાં ફસાયો હતો. જેને એક મકાનમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો, અને તેનો 5.000 નો મોબાઇલ ફોન અને 17,300 ની રકમ છીનવી લઈ ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવવા આવી છે.
ફરિયાદી અભિષેક શર્મા કે જેને મહિપતસિંહ કંચવા નામના એક વ્યક્તિ સાથે પરિચય હોવાથી તેની પાસે આઈફોન પડ્યો છે, તેવું દર્શાવીને મયુર નગર વિસ્તારમાં આવેલા અવાસમાં એક મકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે ફિરોજ અને રવિ નામના અન્ય બે શખ્સો હાજર હતા, અને સસ્તો આઈફોન આપવાના બદલે તેને માર માર્યો હતો, અને તેનો 5,000 રૂૂપિયા ની કિંમત નો મોબાઇલ ફોન ઝૂટવી લીધો હતો, તેમજ તેના મોબાઈલ ફોન મારફતે ગુગલ પે માં રહેલી 17,300 ની રકમ પણ ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને ધાકધમકી આપી ભગાડી મૂક્યો હતો. આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જ્યાં એએસઆઈ ફિરોજભાઈ દલ દ્વારા અભિષેક શર્મા ની ફરિયાદ ના આધારે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને ત્રણેય શખ્સો પોલીસની હાથવેંત માં આવી ગયા છે.
