20 રૂપિયામાં માત્ર 6 પાણીપુરી? મહિલાએ રોડ ઉપર ધમાલ મચાવી

વડોદરામાં એક મહિલા 20 રૂૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂૂપિયાની માત્ર 6…

વડોદરામાં એક મહિલા 20 રૂૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂૂપિયાની માત્ર 6 પાણીપુરી આપી અને ત્યારબાદ મોટો તમાસો સર્જાયો હતો. વડોદરાના સુરસાગર પાસે એવો બનાવ બન્યો કે લોકો પણ વિચારતા થઈ ગયા . એક મહિલા 20 રૂૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂૂપિયાની માત્ર 6 પાણીપુરી આપી ત્યારે આ મહિલાને ખૂબ લાગી આવ્યું અને ભારે રોકકળ કરીને રોડની વચ્ચે બેસી ગઈ.

ટ્રાફિક પણ જામ થઈ ગયો તેમ છતાં આ પાણીપુરી પ્રેમી મહિલા ટસ ની મસ થવા તૈયાર નહોતી . એટલું જ નહીં પરંતુ વડોદરા પોલીસ ખુદ ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર ઘટના જાણી તો પોલીસ કર્મીઓ પણ વાળ ખંજવાળતા રહી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *