શહેરની વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢીએ ઓદ્યોગિક શેડ અને ડોમ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ધનેક એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દ્વારા કામ ન પૂરું કરતા એડવાન્સ આપેલુ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક રિટર્ન નો કેસ ચાલી જતા અદાલતે જેમીશ મકવાણા ને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબનું રકમનુ વળતર ફરિયાદીને ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.શહેરની વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢીએ ઓદ્યોગિક સેડ અને ડોમ બનાવવા માટે ધનેક એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે પેટે કટકે કટકે રૂૂપિયા 7.75 લાખ એડવાન્સ પેમેન્ટ કર્યું હતું.
બાદ ધનેક એન્ટરપ્રાઇઝના જેમીશભાઈ મકવાણા એ શેડનું થોડું કામ કર્યા બાદ અટકાવી દેતા જે અંગે કામ પૂર્ણ કરવા વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢી દ્વારા વારંવાર કહેવા છતાં કામ પૂર્ણ ન કરતા બાદ પેઢીએ એડવાન્સ આપેલુ પેમેન્ટની માગણી કરતા ધનેક એન્ટરપ્રાઇઝ દ્વારા ₹3.50 લાખ અને 3 લાખના બે ચેક આપ્યા હતા. સદરહુ ચેકો ફંડ ઇનસફીશીયન્ટ ના શેરા સાથે બેંકના કલીયર થયા વિના પરત આવેલ હતા. બાદ ફરીયાદીએ જેમીશભાઈ મકવાણાને લેણી રકમ ચુકવવા માટે લીગલ નોટીસ પાઠવેલી જે પરત ફરેલ હતી. ફરીયાદીએ આરોપી વિરૂૂધ્ધ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.આ કેસ ચાલવા ઉપર આવતા જેમાં કોર્ટ દ્વારા વોરંટ કાઢવા છતા આરોપી કોર્ટ સમક્ષ ગેરહાજર રહેતા આરોપીની કાર્યવાહીના સ્ટેજે તેઓના હકક બંધ કરી આગળની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.
ફરીયાદીના એડવોકેટ દ્વારા કોર્ટ સમક્ષ રજુઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ આ કામના આરોપી જેમીશભાઈ મકવાણાને 1 વર્ષની સાદી કેની સજા અને સાત લાખનો દંડ તરીકે જમા કરાવવા અને દંડની રકમ જમા કરાવવા કસુર ઠરે તો વધુ ત્રણ માસની સજા કરતો હુકમ ફરમાવેલ હતો. ફરીયાદી વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢી વતી રાજકોટના વકીલ સંદિપ એમ. વેકીરયા, અંકુર એસ. લીંબાસીયા, જય એમ. રંગાણી અને સહાયક પીયુષ આટકોટીયા રોકાયેલ હતા.
