રાણપુરના ઉમરાળા ગામની સીમમાં 905 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો

બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર રેન્જના આઈ.જી. રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ…

બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર રેન્જના આઈ.જી. રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે રાણપુર તાલુકાના ઉમરાળા ગામની સીમમાં આવેલી વાડી અને મકાનમાં દરોડો પાડી 905 ગ્રામ સુકો ગાંજો ઝડપી પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે ગાંજા સહિત મોબાઈલ ફોન, થેલો અને પેકિંગ સામગ્રી મળી કુલ રૂૂ. 45,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બોટાદ એન્ટી નાર્કોટિક્સ વિંગના PI પી.ડી. વાંદા, PSI આર.એમ. જાડેજા તેમજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ ક્રિપાલસિંહ ઝાલા, જયેશભાઈ ધાંધલ, શિવરાજભાઈ ભોજક, આશાબેન જમોડ, મનસુખભાઈ કોશીયાણીયા, બુધાભાઈ કાલીયા સહિતની ટીમને ચોક્કસ બાતમી મળી હતી.આ વાડી અને મકાન અરવિંદભાઈ નરશીભાઈ બાવળીયાના કબજા-ભોગવટામાં હોવાનું સામે આવ્યું હતું. મકાનની તપાસ દરમિયાન કાળા રંગના રેક્ઝિનના થેલામાંથી પારદર્શક પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો સુકો ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પર હાજર એફ.એસ.એલ. અધિકારીએ નાર્કોટિક્સ ટેસ્ટ કિટથી પ્રાથમિક પરીક્ષણ કરતાં મળી આવેલો પદાર્થ વનસ્પતિજન્ય સુકો ગાંજો હોવાનું જણાયું હતું. ત્યારબાદ પોલીસે કુલ 905 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો..

પોલીસ તપાસમાં ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન, થેલો અને પેકિંગ માટેની અન્ય સામગ્રી પણ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂૂ. 45,750 થતી હોવાનું નોંધવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં અરવિંદભાઈ નરશીભાઈ બાવળીયા પાસે આ નશાકારક પદાર્થના કબજા અંગે જરૂૂરી પરવાનગી ન હોવાનું સામે આવતાં તેમની વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી) તથા 20(બી)(ઈ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *