ગોંડલ કોટડા સાંગાણી રોડ પર ત્રીપલ સવાર એકટીવા સાથે વેગનઆર કાર અથડાતા સર્જાયેલ અકસ્માત માં કોટડા સાંગાણી નાં યુવાન નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.જ્યારે બે વ્યક્તિઓ ને ઇજા પંહોચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ રાત્રીનાં સવા આઠ નાં સુમારે ગોંડલ કોટડાસાંગાણી રોડ પર પરફેક્ટ રિસોર્ટ નાં પાટીયા પાસે જીજેઓ 3બીએ 1647 નંબર ની વેગનઆર કાર તથા જીજેઓ 3એનડી 0857 નંબર નું ત્રીપલ સવારી માં આવી રહેલું એકટીવા ઘડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માત માં એકટીવા ચાલક ભખ્ખર મુસ્તફા હાજી અબ્દુલ સતાર ઉ.32 નું ગંભીર ઇજાઓ ને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે એકટીવા માં સવાર અન્ય ગફારભાઇ અહમદશા શાહમદાર ઉ.40 તથા સાજીદભાઇ રજાકભાઇ બેલી ઇજાગ્રસ્ત બન્યા હતા.
અકસ્માત નો ભોગ બનનાર મુસ્તફા નાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે બન્ને ઇજાગ્રસ્તો ને ગોંડલ સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. મૃતક મુસ્તફા પરણિત હતા.અને સંતાન માં એક પુત્ર તથા બે પુત્રીઓ હોવાનું જાણવાં મળેલ હતું. બનાવ બાદ વેગનઆર નો ચાલક નાશી છુટ્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
