હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓને આખરી ઓપ આપવા મનપામાં બેઠક યોજાઇ

ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી…

ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.09/08/2025થી તા.15/08/2025 સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન રાજ્ય કક્ષાએ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુથી સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.

આ સ્વતંત્રતા સપ્તાહના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન તથા તા.12 ઓગષ્ટના રોજ સવારે 8:30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના આયોજનને આખરી ઓપ આપવા તેમજ આ અભિયાન અને યાત્રા ભવ્ય રીતે યોજાય અને અભૂતપૂર્વ રીતે સફળતા મળે તે માટે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ કમિશનર તુષાર સુમેરા, નાયબ કમિશનર મનીષ ગુરવાણી, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તથા આ યાત્રા અન્વયે હુકમથી ફરજ સોંપણી કરેલ મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતમાં કરેલ કામગીરીના રીવ્યું માટે મિટીંગ યોજવામાં આવી.

આ મિટીંગમાં મુખ્ય સ્ટેજ વ્યવસ્થા, પરફોર્મન્સ સ્ટેજ વ્યવસ્થા, રૂૂટ સફાઈ, લાઈટ્સ, સાઉન્ડ, સુરક્ષા, પાર્કિંગ, તિરંગા વિતરણ, પ્રેસ-મિડીયા બેઠક વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર, એમ્બ્યુલન્સ તથા મેડીકલ ટીમ, ફાયર ટીમ વ્યવસ્થા, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, યાત્રા પૂર્ણ થયે તિરંગા કલેક્શન, પીવાનું પાણી, સુશોભન વગેરે બાબતોનું રીવ્યું કરવામાં આવ્યું અને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *