માધાપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે એક પકડાયો, ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા

રાજકોટ શહેરમાં અવારનવાર બનતી વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા પોલીસ સક્રિય બની હતી.પેટ્રોલીંગ અને ખાનગી બાતમીદારોની સચોટ માહિતીના આધારે પોલીસે માધાપર ચોક ઓવરબ્રિજ પાસેથી એક…

રાજકોટ શહેરમાં અવારનવાર બનતી વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા પોલીસ સક્રિય બની હતી.પેટ્રોલીંગ અને ખાનગી બાતમીદારોની સચોટ માહિતીના આધારે પોલીસે માધાપર ચોક ઓવરબ્રિજ પાસેથી એક શંકાસ્પદ ઇસમ યશ કરશનભાઇ ભરડાને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા વાહનની વિગતો ચકાસતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેક્ટ ગુનો ખૂલ્યો હતો.

ઝડપાયેલા આરોપી યશ કરશનભાઇ ભરડાની પોલીસ કસ્ટડી દરમિયાન આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેણે રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી અન્ય બે મોટરસાયકલોની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની નિશાનદેહી પરથી અવાવરૂ જગ્યાએ સંતાડેલા કુલ ત્રણ સ્પ્લેન્ડર મોટરસાયકલો, જેની કિંમત રૂ. 1,05,000 થાય છે, તેને સફળતાપૂર્વક રીકવર કર્યા છે. નોંધનીય છે કે પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ જુનાગઢ અને પોરબંદર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન, જુગાર ધારા અને મારામારી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આ કામગીરી આ કામગીરી પીઆઇ એચ.પી.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એસ.વી.ગોહીલ,એ.એસ.આઇ ચેતનસિહ ગોહીલ, રવીભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, ભવદીપસિહ ગોહીલ, શબ્બીરખાન મલેક, અને રઘુવીરસિહ જાડેજાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *