શાપરમાં સગાઈના છ માસ બાદ મંગેતર સાસરીયામાં રોકાવા આવતાં વાગ્દતાએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી.
આ અંગે મળતી વિગત મુજબ શાપરમાં રહેતી સંજનાબેન રમેશભાઈ જાદવ નામની 19 વર્ષની યુવતી રાત્રીનાં સમયે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં સંજનાબેન યાદવને શાપરમાં જ રહેતાં સાહિલ નામના યુવાન સાથે છ મહિના પહેલા જ સગાઈ થઈ હતી.
સગપણ બાદ સાહીલ સાસરીયામાં રોકાવા આવ્યો હતો. જે મુદ્દે ભાવી દંપતિ વચ્ચે બોલાચાલી થતાં સંજનાબેન જાદવે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતી માનસીબેન યોગેશભાઈ સુતરીયા નામની 20 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પેટના દુ:ખાવાથી કંટાળી એસીડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
