ગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો ગુજરાત મિરર, રાજકોટ,તા.12 રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂૂપિયાનો…

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો ગુજરાત મિરર, રાજકોટ,તા.12
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂૂપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરાર છે.

પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે કુલ 2,96,203 રૂૂપિયાની કિંમતની વિદેશી દારૂૂની 107 બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત, 10,000 રૂૂપિયાના બે મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. આમ, કુલ 3,06,203 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે. પોલીસે નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા (રહે. આશાપુરા ચોકડી, પ્રમુખનગર, ગોંડલ) ને ઝડપી પાડ્યો છે.

આ કેસમાં ઋષિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરાર આરોપી ઋષિરાજસિંહ અગાઉ પણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *