જામનગરમાં રોકડ રકમ સાથેનું બેગ કારમાં ભૂલી જતા ગણતરીની મિનિટોમાં શોધી આપતી પોલીસ

મુસાફરના બેગમાં કપડા તેમજ રોકડ રૂા.92,700 હતાં : પોલીસ તંત્રનો માન્યો આભાર જામનગર માં એક મુસાફર ઇકો કાર માં મુસાફરી દરમ્યાન રૂા. 92700ની રોકડ રકમ…

મુસાફરના બેગમાં કપડા તેમજ રોકડ રૂા.92,700 હતાં : પોલીસ તંત્રનો માન્યો આભાર

જામનગર માં એક મુસાફર ઇકો કાર માં મુસાફરી દરમ્યાન રૂા. 92700ની રોકડ રકમ અને કપડા સાથે બેગ ભૂલી ગયા હતા. જેને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂૂમ સ્ટાફ શોધી કાઢી મૂળ માલિક ને સુપ્રત કર્યું હતું.
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમના સ્ટાફ સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા. ત્યારે અરજદાર કમલેશભાઇ રામશી શીંગળ (રહે. મુળ-હુડવા ફળી જાબુવા મધ્યપ્રદેશ ) હાલ ખંભાળીયા માં ખેત મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોય અને તેઓ તા.24/12/2025 ના રોજ તેના વતનમાં મધ્યપ્રદેશ જવા માટે જામખંભાળીયા થી જામનગર આવવા માટે એક ઇકો ગાડીમાં બેઠેલ હતા.

જેઓ સાત રસ્તા સર્કલ ખાતે ઉતરી તેના બાળકોને ઇકો ગાડીમાંથી નીચે ઉતારતા હોય તે દરમ્યાન તેનુ બેગ જેમાં આશરે 92,700 રોકડા રૂૂપીયા તથા કપડા હોય તે ભુલી ગયા હતા, અને જોગા નું જોગ ત્યા સાત રસ્તા ખાતે ટ્રાફીક પો.સબ.ઇન્સ. આર.એમ. કંડોરીયા હાજર હતા. જેઓએ અરજદારને કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે મોકલતાં પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પી.એ.ખાણધર, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા, પો.કોન્સ સંજયભાઇ જોડ, રીનાબા ગોહિલ તથા એન્જીનીયર પ્રીતેશ વરણ સહિતની ટિમ દ્વારા સંતોષીમાતા મંદિર તથા ક્રિષ્ટલ મોલ લોકેશનના કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસતાં જે ઇકો ગાડીમાં બેગ ભુલાઇ ગયું હતુ, તે ગાડીના રજી. નં-જી જે-10-બીઆર-4130 હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેનો આરટીઓ ડેટાથી મોબાઇલ નંબર મેળવી ઇકો ગાડીના માલિકના મોબાઇલ નંબર ઉપર સંપર્ક સાધતાં તે પેસેંજરના ફેરા કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

પરંતુ તે ખાવડી ખાતે પહોંચ્યો હોય તેવુ જણાવતાં ઉપરોક્ત ઇકો વાહન ચાલકને રસ્તામાં મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પી.એસ.ઓ. પાસે ઉપરોક્ત બેગ જમા કરવાનુ જણાવ્યું હતું તેમજ મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પી.એસ.ઓ. જયરાજસિંહ ઝાલાને તે બેગ મળી આવ્યા બાદ જામનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે પહોચડાવાનુ જણાવ્યું હતું.

જેથી તેઓએ આ બેગને કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે સમયસર પહોચાડી આપી હતી. આ પછી અરજદારને તેમાં રહેલ તમામ વસ્તુ ચેક કરવાનુ કહેતા તેઓ દ્વારા જાતે થી બેગ તપાસતાં તેમા તેના કપડા તેમજ રોકડ રુપીયા 92,700 મળી આવ્યા હતા જે મેળવી લીધા બાદ તેણે સમગ્ર પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *