વધુ એકવાર સ્પામાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, ગ્રાહકે શરીરસુખ માણવા 11,500 જેવી મોટી રકમ ચૂકવી!

નાણાવટી ચોક પાસે બ્લીસસ્પામાં દરોડો, સંચાલક સહિત ત્રણની ધરપકડ ત્રણ મહિનાથી કૂટણખાનું ચાલુ કર્યુ હતું શહેરમાં છેલ્લા એકાદ મહિના દરમિયાન એકાદ ડઝન સ્પામાંથી કૂટણખાના ઝડપાઇ…

નાણાવટી ચોક પાસે બ્લીસસ્પામાં દરોડો, સંચાલક સહિત ત્રણની ધરપકડ

ત્રણ મહિનાથી કૂટણખાનું ચાલુ કર્યુ હતું

શહેરમાં છેલ્લા એકાદ મહિના દરમિયાન એકાદ ડઝન સ્પામાંથી કૂટણખાના ઝડપાઇ ચૂક્યા છે.150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટીમાં બ્લીસ સ્પામાં ધમધમતા કૂટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડી સંચાલક, ગ્રાહક,બે ટેલિકોલર સહિત કુલ ચારની ધરપકડ કરી હતી.

બ્લીસ સ્પામાં પંજાબની બે, દિલ્હીની એક અને ગુજરાતની બે મળી કુલ પાંચ રૂૂપલલના મેળી આવી હતી. જેને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી હતી. પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટ સ્ટાફના માણસો સાથે એક મકાનમાં કૂટણખાનુ ચાલતું હોવાની બાતમી મળતાં રેડ પાડવા નીકળ્યા હતાં. નંદનવન સોસાયટી પાસે બ્લીસ સ્પા નીચે બેઠેલા અમુક લોકોએ આ સ્પામાં કૂટણખાનુ ચાલતું હોવાનું જણાવતાં પંચો પણ સાથે હોવાથી રેડ કરી હતી.

તે વખતે કૂટણખાનામાં રૂૂપલલના સાથે મિલન સુરેશભાઈ પરમાર (રહે. શિવપરા શેરી નં. 1, હનુમાન મઢી) મળી આવ્યો હતો. મિલને કહ્યું હતું કે પોતે સ્પામાં આવ્યો ત્યારે રૂૂમમાં હાજર યુવતિએ શરીર સંબંધ બાંધવાની હા કહેતાં પહેલા રૂૂ. 4000 અને બાદમાં ઓનલાઇન 7500 આપ્યા હતાં. એ પહેલા રિશેપ્શન ઉપર 1000 દીધા હતાં. પોતે પહેલી જ વખત મજા કરવા આવ્યો હોઇ આટલી રકમ ચુક્વી દીધાનું તેણે રટણ કર્યુ હતું!

સ્પામાં અન્ય રૂૂમમાંથી ચાર યુવતિઓ મળી આવી હતી. જેમાં એક 37 વર્ષની રાજકોટની, બીજી 30 વર્ષની નવી દિલ્હીની, ત્રીજી 22 વર્ષની પંજાબની, ચોથી 30 વર્ષની મીઝોરમની હતી.પોલીસે સ્પામાં દરોડા દરમિયાન રૂૂ. 2800 રોકડા, રૂૂા. 45000ના પાંચ મોબાઈલ ફોન મળી 47800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બાબતે પૂછતાં પોલીસને કહ્યું કે પોતે પ્રથમ વખત આવ્યો છે.કૂટણખાનામાંથી તેના સંચાલક રાહુલ આલાભાઈ સાંડપા (રહે.શ્રી અરિહંત, જીવરાજપાર્ક), ટેલિકોલર કમ રીસેપ્શનીસ્ટ એકતા વાઘેલા અને ગુરપ્રીતકૌર કુલદીપચંદ મળી આવતાં આ ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણેક માસથી આ સ્પા ચાલુ હોવાની માહિતી પોલીસને મળી છે. આ કૂટણખાના અંગે ગાંધીગ્રામ-2 પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

આ કામગીરી કામગીરી પીઆઈ ભાર્ગવસિંહ એમ.ઝણકાટ,પીએસઆઇ એ.કે.ગોસ્વામી, હરસુખભાઇ ડી. વાછાણી,મહમદઆરીફ અંસારી, હસમુખભાઇ બાલધા,ભુમીકાબેન ઠાકર, મહેશ ગણેશપ્રસાદપ્રસાદ અને મહિલા લોકરક્ષક જ્યોતીબેન બાબરીયાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *