રાજકોટ શહેરના ઓમનગરમાં રહેતા યુવાનનું હૃદયના રોગની બીમારીના કારણે મોત નિપજ્યું હતું.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે મૃત્યુ દેહનું ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં સ્ટાફે કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ, ઓમ નગરમાં રહેતા હાર્દિકભાઈ પરસોતમભાઈ સોજીત્રા નામના 30 વર્ષના યુવાને હૃદય રોગની બીમારીના કારણે મોત નીપજતા તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને તેમના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.તેમના પિતા હયાત નથી અને મૃતક પોતે પણ પરિવારનો એકનો એક સંતાન હતો.હાર્દિક કુરિયર કંપનીમાં કામ કરતો હતો અને તેમને વારસાગત બીમારી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે માલવિયા નગર પોલીસના સ્ટાફે કાગળો કર્યા હતા.
જ્યારે બીજા બનાવમાં મનહર સોસાયટીમાં રહેતા પરબતભાઈ મંછાભાઈ સાનિયા નામના 45 વર્ષના આધેડ પોતાના ઘરે બેભાન થઈ જતા તેમને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું અને ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતક પરબતભાઈ ને ચાની હોટલ હતી અને તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે
