જામનગરની ફોર્ચ્યુન હોસ્પિટાલિટીમાં ઓફિસબોયે મેનેજરનું લેપટોપ ચોર્યું

જામનગર શહેરમાં શિવમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ફોર્ચ્યુન હોસ્પિટાલિટી સર્વિસિસની ઓફિસમાં કામ કરતા ઓફિસબોય સામે લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોવર્ધન ગ્રીન…

જામનગર શહેરમાં શિવમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ફોર્ચ્યુન હોસ્પિટાલિટી સર્વિસિસની ઓફિસમાં કામ કરતા ઓફિસબોય સામે લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોવર્ધન ગ્રીન ખાતે રહેતા અને ફોર્ચ્યુન હોસ્પિટાલિટી સર્વિસિસમાં છેલ્લા બાર વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા શશીરાય ઈશ્વરનંદ રાયે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ તા. 09 જુલાઈ, 2026ના રોજ સવારે ઓફિસમાં તમામ સ્ટાફ હાજર હતો ત્યારે ઓફિસબોય સુભાદિપ સુભાષ મંડલ ઓફિસમાં સફાઈનું કામ કરી રહ્યો હતો. સવારે આશરે સાડા દસ વાગ્યે સ્ટાફ ચા-પાણી માટે બહાર ગયો હતો. પરત ફરતાં સુભાદિપ ઓફિસમાં જોવા મળ્યો નહોતો તેમજ ફરિયાદીના ટેબલ પર રાખેલું અંદાજે ₹30,423 કિંમતનું લીનોવો કંપનીનું લેપટોપ પણ ગાયબ હતું.

બાદમાં સ્ટાફે સુભાદિપના રહેઠાણે તપાસ કરતાં તે ત્યાં હાજર મળી આવ્યો હતો, અને તેના રૂમમાંથી ફરિયાદીનું ચોરાયેલું લેપટોપ પણ મળી આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે પોલીસે સુભાદિપ સુભાષ મંડલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દરેડ જી.આઈ.ડી.સી.માં એક કેબીનમાંથી દારૂ મળ્યો
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક કેબીનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 2,500ની કિંમતના 20 ચપટા બોટલ કબજે કરીને એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા ત્યારે સાંજે આશરે 6:30 વાગ્યે દરેડ જી.આઈ.ડી.સી. વિશાલ ચોક નજીક ખાનગી બાતમી મળી હતી કે સેનોર ચોકડી પાસે આવેલા દુધિયા રંગના કેબીનમાં એક શખ્સ અંગ્રેજી દારૂનો જથ્થો રાખે છે.
દરોડા દરમિયાન કેબીનમાં હાજર નાથાલાલ કાનાભાઈ મારૂ (ઉંમર 55, રહે. મોહનનગર, જકાતનાકા પાસે, જામનગર)ની હાજરીમાં તપાસ કરતાં ટેબલ નીચે રાખેલા કાળા રંગના ઝભલામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના 20 પ્લાસ્ટિકના ચપટા બોટલ મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *