Connect with us

ગુજરાત

સિવિલમાં સરકારી જગ્યામાં અન્નક્ષેત્રનો કબજો, દર્દીઓના સગા ખુલ્લામાં સુવા મજબૂર

Published

on

સીતારામ અન્નક્ષેત્ર દર્દીઓ માટે આશીર્વાદરૂપ પરંતુ દર્દીઓ સાથે આવતા ગરીબ સગાસંબંધીઓ માટે સજા સમાન

બપોરે એક સમય મફત ભોજન આપી આખો દિવસ જગ્યા પર કબજો, છાંયડે સુવા બેસવા દેવામાં પણ ટ્રસ્ટની આડોડાઈ

રાજકોટની સિવિલ હોસ્પિટલ સંકુલમાં છેલ્લા ઘણા વખતથી ચાલતા અન્નક્ષેત્રના સંચાલકે સરકારી જગ્યામાં કબજો જમાવ્યા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓના સગા માટે સરકારી જગ્યાનો અન્નક્ષેત્ર માટે ઉપયોગ થયા બાદ ખાલી રહેતી જગ્યામાં દર્દીઓના સગા સુવા માટેની વ્યવસ્થા કરવાની અનેક વખત રજૂઆત છતાં અન્નક્ષેત્રના સંચાલકે સરકારી જગ્યાનો કબજો ખાલી સમય દરમિયાન હોસ્પિટલને નહીં આપતાં દર્દીઓના સગાને ખુલ્લામાં સુવા માટે મજબૂર થવું પડે છે.


સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સિતારામ અન્નક્ષેત્ર દર્દીઓ માટે અને તેના સગા માટે આશિર્વાદરૂપ છે પરંતુ બહારથી આવતાં દર્દીઓને અન્નક્ષેત્રના સંચાલકના હઠાગ્રહના કારણે ખુલ્લી જગ્યામાં સુવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. આ મામલે હોસ્પિટલના તંત્ર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લઈ અન્નક્ષેત્રમાં ભોજન વ્યવસ્થા બાદ ખાલી પડી રહેતી આ જગ્યાનો સદઉપયોગ કરી દર્દીઓના સગાને સુવા માટે અને બેસવા માટેની વ્યવસ્થા ઉભી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.


સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વિકટ સ્થિતિ બાદ સિતારામ અન્નક્ષેત્ર શરૂ થયું હતું. જેમાં હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં દર્દીના સ્વજનો અને પરિવારજનોની જઠરાગ્નિ ઠારી રહેલા આ અન્નક્ષેત્રમાં બપોરે નિશુલ્ક ભોજન આપવામાં આવે છે. જેનો દર્દીઓ અને તેના સગાઓ લાભ લે છે. બપોરે એક ટાઈમ ભોજન આપતા સિતારામ અન્નક્ષેત્રને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી પાસે ખાલી જગ્યા આપવામાં આવી હોય જ્યાં શેડ ઉભો કરવામાં આવ્યો છે. અન્નક્ષેત્ર દ્વારા બપોરે એક ટાઈમનું ભોજન આપવામાં આવે છે બાકીના સમય આ મોટો શેડ ખાલી પડયો રહેતો હોય ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા આ શેડમાં દર્દીના સગા અને પરિવારજનો માટે રાત્રે સુવા માટે વ્યવસ્થા કરવા અન્નક્ષેત્રના સંચાલક સાથે અનેક વખત વાટાઘાટો કરી હતી પરંતુ સરકારી જગ્યામાં કબજો જમાવનાર સિતારામ અન્નક્ષેત્રનાં સંચાલકે હોસ્પિટલના અધિક્ષકને આ જગ્યા દર્દીના સગાઓને સુવા માટે આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

બીજી તરફ હોસ્પિટલમાં સારવારમાં દાખલ દર્દી માટે માત્ર એક જ સગાને સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે છે અને અન્ય પરિવારજનો કે દર્દીના સગાને બહાર રહેવું પડે છે ત્યારે ધોમધખતા તાપ કે પછી ભારે વરસાદ અને કડકડતી ઠંડીમાં ધરાહાર બહાર ખુલ્લી જગ્યામાં બેસવા અથવા સુવા માટે મજબૂર થવું પડે છે. જાહેર રોડ ઉપર આરામ કરતાં દર્દીના સ્વજનો અને પરિવારજનો ઉપર અકસ્માતનું જોખમ રહેલું છે. ત્યારે આ બાબતે સિતારામ અન્નક્ષેત્રના સંચાલકોને ખાલી સમય દરમિયાન છાયણે સુવા અને બેસવા દેવા માટેની પરવાનગી આપવાના બદલે ટ્રસ્ટની આડોડાઈના કારણે હોસ્પિટલના દર્દીઓના સગા અને સ્વજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ મામલે અન્નક્ષેત્રના સંચાલકો રાત્રિ દરમિયાન આવારા તત્વો ઘુસી જાય તેવી દહેશત વ્યકત કરી રહ્યાં છે. જો કે સત્ય હકીકત જે પણ હોય જો હોસ્પિટલ તંત્ર અને સિતારામ અન્નક્ષેત્રના સંચાલકો વચ્ચેની આ મડાગાંઠનો ઉકેલ આવે અને સમાધાન થાય તો અંતે ફાયદો દર્દીના સ્વજનો અને સગાઓને થશે.

ક્રાઇમ

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

Published

on

By

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.

ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.

આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading

ગુજરાત

કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો

Published

on

By

અગાઉના ઝઘડામાં વચ્ચે પડવાના મન દુ:ખથી કરાયો હુમલો

જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા એક દલિત યુવાન પર જૂની અદાવત ના મન દુ:ખના કારણે તલવાર- ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એક દંપતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.


આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં આંબેડકર નગરમાં રહેતા કરણ ભીખાભાઈ ધમમર નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર તલવાર -ધોકા-લાકડી જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાલાવડમાં રહેતા અશોકભાઈ અને તેની પત્ની ભાવનાબેન ઉપરાંત બે પુત્ર કરણ અશોકભાઈ અને અર્જુન અશોકભાઈ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાન ને હોસ્પિટલમાં ખસેડાયો છે, અને તેને 15 ટાંકા લેવા પડ્યા છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના મિત્ર અને આરોપી સાથે અગાઉ ઝઘડો થયો હતો, તેમાં વચ્ચે આવવા બદલ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તમામ આરોપીઓ સામે હુમલા તથા એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર

Published

on

By

પોતાના પરિવાર સાથે કોઇએ માથાકૂટ કરી હોવાની વાતથી ભાગવા ગયો

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રથમ માળેથી એક દર્દીએ પડતું મૂકી દેતાં ભારે દોડધામ થઈ હતી. જેને અસંખ્ય ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે, અને તેનો જીવ બચ્યો છે. અને ફરીથી ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.પોતાના ગામમાં માથાકૂટ થઈ હોવાનું અને હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનો સંદેશો મળતાં પોતે છલાંગ લગાવવાની કબુલાત આપી હતી.આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા મગનભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાનને બીમારી સબબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેસ બારીના ઉપરના રૂૂમમાં દાખલ કરાયા બાદ આજે સવારે તેણે બારીમાંથી છલાંગ લગાવી દઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ થઈ છે.


ઉપરના માળેથી નીચે પડેલી બે ખુરશીઓ પર પોતે પડ્યો હોય તેના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા છે, જ્યારે બંને ખુરશી ના ભુકા ભૂલી ગયા હતા. જેને ફરી થી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.


પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોટા થાવરીયા ગામમાં માથાકૂટ થયો હોવાનો અને તેના પરિવારજનો પર હુમલો થવાની તેમજ હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનું કહ્યું હોવાથી પોતે પણ જીવવા માંગતો ન હોવાથી આ છલાંગ લગાવી દેવાની કબુલાત આપી હતી. જેથી તબીબો વગેરે પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સમગ્ર મામલામાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Continue Reading
Sports52 seconds ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

રાષ્ટ્રીય6 mins ago

હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર

ક્રાઇમ38 mins ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

ગુજરાત44 mins ago

કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો

ગુજરાત47 mins ago

જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર

ગુજરાત49 mins ago

સેન્ટ્રલ બેંક વિસ્તારની ઇચ્છાણી ફળીમાં તસ્કરો ત્રાટકયા: નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી

ગુજરાત51 mins ago

પુત્રના ત્રાસથી કંટાળેલા પ્રૌઢનો પોલીસ મથકમાં જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

અમરેલી53 mins ago

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

ગુજરાત59 mins ago

સોમનાથમાં ગેરકાયદે ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત નહીં, ત્રણ અઠવાડિયા પછીની મુદત પડી

ગુજરાત1 hour ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય20 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય20 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત21 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending