એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી 2019ની બેંચના વિદ્યાર્થીઓને સ્પેશ્યલ ટ્રાયલ આપવા રજુઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન અથવા માસ્ટર કોર્સમાં એડમિશન લીધેલું છે, તેવા અનેક વિદ્યાર્થીઓ માત્ર 1 કેર વિષયમાં નાપાસ થવાને કારણે પોતાની ડિગ્રી પૂર્ણ કરી શક્યા નથી. આ એક કે બે વિષય માટે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ ના કરી શક્યા ના હોઈ અને હવે 5 વર્ષ વીતી ગયા હોવાથી, હવે તેઓ પરીક્ષા ફોર્મ ન ભરી શકે તેવા વિદ્યાર્થીઓને ફરી એકવાર પરીક્ષા આપવાનો મોકો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે.
ભૂતકાળમાં પણ 2011 થી 2018 ના વિદ્યાર્થીઓને આ વિશેષ તક આપવામાં આવી હતી જેને સંદર્ભે 2019 ના જો આગામી ટૂંકા સમયમાં 2019ની બેચના વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી વહીવટી તંત્રની રહેશે.
