શહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા

અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, રક્ષાબેન બોળિયા, અશ્ર્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોર રાઠોડને કારોબારીમાં સ્થાન ત્રણ મહામંત્રીઓને ચાર વિધાનસભાની જવાબદારી, દુધાત્રાને 68, વાડોલિયાને 69 અને જાડેજાને…

અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, રક્ષાબેન બોળિયા, અશ્ર્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોર રાઠોડને કારોબારીમાં સ્થાન

ત્રણ મહામંત્રીઓને ચાર વિધાનસભાની જવાબદારી, દુધાત્રાને 68, વાડોલિયાને 69 અને જાડેજાને 70-71નો હવાલો

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે શહેર ભાજપની કારોબારી અને વોર્ડ પ્રભારીઓની નિમણુંકો જાહેર કરવામાં આવી છે. સાથો સાથ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીઓને વિધાનસભાની ચાર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

શહેર ભાજપની કારોબારીમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી ઉપરાંત પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ પ્રમુખ કશ્યપ શુકલ સહીતના જુના નવા આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જૂથવાદ અને નારાજગીને દૂર કરવાનો પ્રયાસ શહેર ભાજપ પ્રમુખ દ્વારા કરાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે આ વખતે શહેર ભાજપના માળખામાં વિજયભાઈ રૂૂપાણી જૂથના લોકોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં કોઈને નવા હોદેદારોની નિમણુંક માટે ચર્ચા કરવા લિસ્ટમાં તો કોઈને કારોબારી સભ્યોમાં તો કોઈને પ્રભારીના લિસ્ટમાં આવરી લેવામાં આવ્યા છે.

રાજકોટ શહેર ભાજપના 70 કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂૂપાણી ઉપરાંત, પૂર્વ પ્રમુખ કશ્યપ શુકલા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ મહિલા પ્રમુખ કિરણબેન માંકડિયા, પૂર્વ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોર રાઠોડ સહિત 70 લોકોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં વલ્લભ દુધાત્રાને પૂર્વ વિધાનસભા 68, લલિત વાડોલિયાને પશ્ચિમ વિધાનસભા 69 અને યોગેન્દ્રસિંહ જાડેજાને વિધાનસભા 70-71ની જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા 8 માર્ચ, 2026ને રવિવારના રોજ શહેરના તમામ 18 વોર્ડના પ્રભારી, કારોબારી સભ્ય તેમજ વિધાનસભા વાઈઝ ઝોનની જવાબદારી મહામંત્રીને સોંપવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 1ના પ્રભારી તરીકે પૂર્વેશ ભટ્ટ, વોર્ડ નંબર 2ના પ્રભારી તરીકે મયુર પાંભર, વોર્ડ નંબર 3ના પ્રભારી તરીકે ભરતસિંહ જાડેજા, વોર્ડ નંબર 4ના પ્રભારી તરીકે જે. ડી. ભાખર, વોર્ડ નંબર 5ના પ્રભારી તરીકે રસિક પટેલ, વોર્ડ નંબર 6ના પ્રભારી તરીકે સંજય ગોસ્વામી, વોર્ડ નંબર 7ના પ્રભારી તરીકે શૈલેષ જાની, વોર્ડ નંબર 8ના પ્રભારી તરીકે સંજય દવે, વોર્ડ નંબર 9ના પ્રભારી તરીકે કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નંબર 10ના પ્રભારી તરીકે ધ્યેય દોશી, વોર્ડ નંબર 11ના પ્રભારી તરીકે રજની ગોલ, વોર્ડ નંબર 12ના પ્રભારી તરીકે નરશી કાકડિયા, વોર્ડ નંબર 13ના પ્રભારી તરીકે શૈલેષ હાપલીયા, વોર્ડ નંબર 14ના પ્રભારી તરીકે જીજ્ઞેશ જોશી, વોર્ડ નંબર 15ના પ્રભારી તરીકે જયેશ દવે, વોર્ડ નંબર 16ના પ્રભારી તરીકે વરજાંગ હુંબલ, વોર્ડ નંબર 17ના પ્રભારી તરીકે ડો.વિજય ટોળીયા અને વોર્ડ નંબર 18ના પ્રભારી તરીકે રમેશ કિયાડાની નિમણૂક કરવામાં આવી છે.

વજુભાઇ વાળા સહિત 15 જુના જોગીઓ વિશેષ આમંત્રિત સભ્ય

વજુભાઇ વાળા, ડો.વલ્લભભાઇ કથીરીયા, રમેશભાઇ રૂપાપરા, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, કમલેશ મીરાણી, કમલેશ જોષીપુરા, ડો.ભરતભાઇ બોઘરા, ઉમેશ રાજયગુરૂ, માંધાતાસિંહ જાડેજા, અરવિંદ રૈયાણી, ટપુભાઇ લિંબાસીયા, મુકેશ દોશી, પ્રતાપભાઇ કોટક વિગેરે 15 જુના જોગીઓને કારોબારીમાં વિશેષ આમંત્રીત તરીકે લેવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *